Placeholder canvas

વાંકાનેરમાં માર્ગ મકાન અને સિંચાઈ વિભાગનું સબડીવીઝન અને નવા સરકીટ હાઉસની માંગ

વાંકાનેરમાં માર્ગ મકાન અને સિંચાઈ વિભાગનું સબડીવીઝન અને રેસ્ટ હાઉસ કાર્યરત કરવાની માંગ જિલ્લા પંચાયતના સદસ્યએ રાજ્ય સરકારના મંત્રી બ્રિજેશ મેરજાને લેખિતમાં અને વાંકાનેરના ભાજપના અગ્રણી યુસુફભાઈ શેરસિયાએ રૂબરૂ મળીને મૌખિક રજૂઆત કરી છે.

તેઓએ જણાવ્યું છે કે વાંકાનેર તાલુકામાં જિલ્લા પંચાયત હસ્તકનું માર્ગ મકાનનું સબડીવીઝન ઘણા વર્ષો પહેલા કાર્યરત હતુ જે હાલ બંધ છે તેને તેમજ વાંકાનેર તાલુકામાં જિલ્લા પંચાયત હસ્તકનું સિંચાઈ વિભાગનું સબડીવીઝન ઘણા વર્ષો પહેલા કાર્યરત હતુ જે પણ હાલમાં બંધ છે જેને પુનઃ ચાલુ કરવાની માંગણી કરવામાં આવી છે. આ બાબતના તા. ૨૮/૯/૨૦૨૧ ની જિલ્લા પંચાયત મોરબીની ખાસ સામાન્ય સભામાં ઠરાવ પણ કરવામા આવેલ છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે વાંકાનેર તાલુકો ૧૦૧ ગામનો મોટો તાલુકો છે તેમજ આર્થિક રીતે પછાત તાલુકો છે. જો આ બંને સબડીવીઝન ચાલુ કરવામાં આવે તો વિકાસના કામોને વેગ મળે અને લોકોને મોરબીના ધકા ન થાય તેમજ સરળતાથી લોકોના કામ થઈ શકે. આ બંને સબડીવીઝનોના મકાન હયાત છે.

આ ઉપરાંત વાંકાનેરમાં જિલ્લા પંચાયતનું રેસ્ટ હાઉસ હતુ જે વર્ષ ૨૦૦૧ માં આવેલ ભૂકંપમાં જર્જરીત થયેલ અને હાલમાં બંધ હાલતમાં છે. વાંકાનેર તાલુકામાં જ્યારે કોઈપણ મીનીસ્ટર કે અન્ય પદાધિકારીઓ /અધિકારીઓ આવે ત્યારે રહેઠાણ અંગેનો મોટો પ્રશ્ન છે. તેવોએ રાજય સરકાર હસ્તકનું સરકીટ હાઉસ તાત્કાલીક મંજર કરવા અને આ નવું સરકીટ હાઉસ નેશનલ હાઈવે અથવા તાલુકા સેવા સદનની આજુબાજુમાં બનાવવાની માંગણી કરી છે.

આ સમાચારને શેર કરો