વાંકાનેર નગરપાલિકામાં રેગ્યુલર ચીફ ઓફિસર આપવાની શહેર ભાજપની માગણી

વાંકાનેર: આજ રોજ મોરબી સર્કિટ હાઉસ ખાતે રાજ્યના મંત્રી બ્રિજેશભાઈ મેરજાને વાંકાનેર નગરપાલિકા માટે નવા ચીફ ઓફિસરની કાયમી ધોરણે નિમણુક કરવા બાબતે વાંકાનેર શહેર પ્રમુખ પરેશભાઈ મઢવી તેમજ મહામંત્રી કે.ડી.ઝાલા દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હતી.

તેઓએ આ લેખિત રજૂઆતમાં શહેરના પ્રશ્નો જેવાકે સાફ સફાઈ, અનિયમિત પાણી, સ્ટ્રીટ લાઈટ, રોડ-રસ્તા, વિગેરે પ્રશ્નનું યોગ્ય નિરાકરણ થાય તે માટે કાયમી ધોરણે ચીફ ઓફિસરની નિમણુક થાય તે બાબતે મંત્રીને લેખિત રજૂઆત કરી હતી.

આ સમાચારને શેર કરો