Placeholder canvas

વાંકાનેર: પંચાસીયામાં પીએચસી બનાવવાની ઝહીરઅબ્બાસ શેરસિયાની માંગ: ધારાસભ્યએ પણ ભલામણ કરી.

વાંકાનેર : મોરબી જિલ્લા પંચાયતની રાતીદેવળી સીટના સભ્ય અને મોરબી જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા ઝહીરઅબ્બાસ શેરસિયાએ તેમના મત ક્ષેત્રના પંચાસિયા ગામ ખાતે પીએસસી બનાવવાની માંગણી કરી હતી. જે તે સમયે વસ્તીને ધ્યાનમાં લઈને તાલુકામાં 8 પીએચસી હોવાથી નામંજૂર કરવામાં આવ્યું હતું. તેઓએ ફરી પાછું વર્તમાન વસ્તીને ધ્યાનમાં લઈને બીએસસી શરૂ કરવાની માંગ કરી છે.

ઉપરોક્ત ઝહીરઅબ્બાસ શેરસિયાની માંગને અનુસંધાને વાંકાનેરાના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ ગુજરાત રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલને આ વિસ્તારમાં પીએસસીની ખાસ જરૂરિયાત હોય જેથી વર્તમાન વસ્તીને ધ્યાનમાં લઈને પંચાસિયા ગામ ખાતે પીએસસી મંજૂર કરવાની ભલામણ કરેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારના પંચાસીયા, રાણેકપર, વઘાસિયા, પંચાસર, વાંકીયા અને રાતીદેવની ગામનો સમાવેશ તિથવા પીએચસીમાં કરવામાં આવેલ છે. જે પીએચસી આ ગામોથી ખૂબ દૂર આવેલ છે તેમજ આ ગામોમાં કોઈ સરકારી દવાખાનું ન હોવાથી આ ગામના લોકો સરકારી ડોકટરની તબીબી સેવાથી વંચિત રહે છે. જો પંચાસીયા ગામે પીએસસી બને તો આ વિસ્તારના નાના અને ગ્રામ્ય માણસોને પણ તબીબી સેવા મળી રહે, એ માટે પંચાસીયા ખાતે પીએસસીની ખાસ જરૂરિયાત છે. જેમને સમજીને આ વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્ય ઝહીરઅબ્બાસ શેરસિયાએ આ માંગણી કરી છે. તેઓ ખૂબ આશાવાદ છે કે પંચાસીયમાં પીએચસીની મંજૂરી મળશે જ અને જેમનો આ વિસ્તારના ગ્રામ્ય લોકોને લાભ મળશે.

આ સમાચારને શેર કરો