Placeholder canvas

વાંકાનેર: પાડધરા,પીપળીયા રાજ, તિથવા અને ઢુવા PHC દ્રારા મચ્છરજન્ય રોગચાળાને અટકાવા એન્ટીલાર્વલ કામગીરી શરૂ…

ચોમાસાની ઋતુ દરમ્યાન મચ્છરજન્ય રોગચાળો વધતો હોય છે ત્યારે રોગચાળો અટકાવવાની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજથી પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર પાડઘરા દ્વારા મચ્છરજન્ય રોગચાળાને અટકાવા સઘન એન્ટીલાર્વલ કામગીરી હાથ ધરવામાં આવેલ છે.

તાલુકા હેલ્થ ઓફીસ ડો. આરીફ શેરસીયાની સૂચના મુજબ હાલમાં વરસાદ વરસી રહેલ હોય પાણીના પાત્રોમાં નકામાપાત્રો વગેરેામાં પાણી ભરાય રહેવાના કારણે મચ્છરજન્ય રોગચાળો વકરે તેવી સંભાવના હોય તકેદારીના ભાગરુપે આજથી પાડઘરા પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર માં ૮ ટીંમો બનાવી તમામ ગામના ઘર/વાડીઓના ઘર/કારખાનાઓ વગેરેમાં એન્ટીલાર્વલ કામગીરી દસ દીવસમાં કરાવામાં આવશે. તે માટે મેડીકલ ઓફીસરશ્રી ડૉ.અજય ચાવડા અને પી.એચ.સી. હેલ્થ સુપર વાઇઝર વી. એચ. માથકીયા ના માર્ગદર્શન હેઠળ એન્ટી લાર્વલ કામગીરી કરાવવામાં આવી રહેલ છે. જેમાં ફીવર સર્વેની સાથે ઘરમાં વપરાશ/બીન વપરાસી પાણી ભરેલા પાત્રોમાં એબેટ નાખવું તેમજ તેનો નીકાલ કરવો. પંચર ની દુકાને ટાયર ની અંદર વરસાદ નું પાણી ના ભરાઈ રહેતુ હોય તેમાં મચ્છરનું બ્રીડીગ થતુ હોય તેનો નીકાલ કરવો.તેનું માર્ગદર્શન આપવામાં આવી રહેલ છે. તેમજ વાહક જન્ય રોગચાળો ન ફેલાઇ તે માટે સ્કૂલ માં બાળકો ને મચ્છર ના પોરા બતાવી અને બાળકો માં મચ્છર જન્ય રોગ ચાળો કેવી રીતે ફેલાય છે તેનું આરોગ્ય શિક્ષણ આપવા માં આવેલ છે.

મકાનની છત કે છાપરા પરના નાકમાં પાત્રોનો નિકાલ કરવો તથા વરસાદી પાણી ભરાયેલા ખાડામાંઓમાં બળેલ ઓઈલ નાખવું, દવાનો છંટકાવ કરવો તથા કાયમી ભરાઈ રહેતા ખૂલ્લા પાણીના સ્થળો જેવા કે વોકળા, અવાવરુ કૂવા, નાની ખેત તલાવડી વગેરેમાં પોરભક્ષક માછલીઓ મૂકવી જેવી વિવિધ મચ્છર ઉત્પતિ અટકાયતી કામગીરી કરવામાં આવીરહેલ છે. જેથી મચ્છરનો ઉપદ્રવ ના થાય અને મચ્છરજન્ય રોગચાળો ના વકરે. વધુમાં આ તકે મેડીકલ ઓફીસર પાડઘરા દ્વારા લોકોને અપીલ કરવામાં આવે છે કે ઘરની આજુબાજુમાં જો કોઈ આવા ખૂલ્લા પાણી ભરેલા બ્રિડીંગ સ્થળ જોવા મળે તો એમનો નિકાલ કરવો અને દર રવિવારે સવારે દસ વાગે દસ મિનિટ ફાળવી ડ્રાય ડે ઉજવવો અને આ ઝુંબેશમાં સહભાગી બનીને મચ્છરજન્ય રોગોને ડામવા મદદરુપ થવા જણાવાયું

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીપળીયા-રાજ દ્વારા વાહક જન્ય રોગચાળો અટકાવા કામગીરી હાથ ધરવામાં આવી

આજરોજ જુલાઈ માસ ડેન્ગ્યુ વિરોધી માસ અંતર્ગત પ્રા.આ.કે. પીપળીયારાજ ના મેડિકલ ઓફિસર ડો. ઉમંગ ચૌહાણ, સુપરવાઈઝર સલીમભાઈ પીપરવાડીયા ના માર્ગદર્શન દ્વારા ડેન્ગ્યુ મેલેરિયા જેવા વાહક જન્ય રોગચાળો અટકાવવા માટે ડોર ટુ ડોર સઘન સર્વે નું આયોજન કરી પ્રચાર પ્રસાર કરી ને લોકોને વિસ્તૃત માહિતી આપવામા આવી અને કામગીરી હાથ ધરવામાં આવી છે.

ડેન્ગ્યુ ના મચ્છર ચોખ્ખા પાણીમાં જ ઈંડા મૂકે છે.ડેન્ગ્યુ ના મચ્છર દિવસે વધારે સક્રિય હોય છે.

ડેન્ગ્યુ રોગ થી બચવા માટે લાંબી બાય ના કપડાં પહેરો.

ઘરમાં રહેલા પાણીના પાત્રો ને હવાચુસ્ત રીતે ઢાંકી ને રાખો તેમજ તેની નિયમિત સફાઇ કરો.

નકામા ટાયર ભંગાર નો ચોમાસા પહેલા નિકાલ કરો.

તીથવા પીએચસીમાં વાહકજન્ય રોગ અટકાયતી કામગીરી ચાલુ કરવામાં આવી

પંચાસરમાં ડોર ટુ ડોર સર્વેલન્સ હેઠળ વાહકજન્ય રોગ અટકાવવાની કામગીરી હાથ ધરાઈ : વાંકાનેર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તિથવા ના સબ સેન્ટર પંચાસર દ્વારા હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સ બીજા રાઉન્ડ અંતર્ગત વાહકજન્ય રોગ અટકાયતી કામગીરી ચાલુ કરવામાં આવી .ઘરોમાં તેમજ જે-તે સ્થળો પર ભરાયેલા પાણી દૂર કરવામાં આવ્યા હતા.તથા લોકોને વાહક જન્ય રોગ નિયંત્રણ અંતર્ગત આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે મેલેરિયા મુક્ત ગુજરાત ઉદેશને સાકાર કરવા વાહકજન્ય રોગોના અટકાયત માટે મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના ડી.એમ.ઓ. ડો .ડી.વી. બાવરવા સાહેબ ની સૂચના મુજબ અને ટી.એચ.ઓ. વાંકાનેર ડૉ.આરીફ શેરસિયાના માર્ગદર્શન હેઠળ વહેલું નિદાન સારવાર તેમજ વાહક નિયંત્રણની ઘનિષ્ઠ કામગીરી સુનિશ્ચિત કરવા હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સ અને વાહક નિયંત્રણની કામગીરી તા.10 થી 19 સુધી ઝુંબેશનાં સ્વરૂપમાં કરવાની છે.જે અંતર્ગત આજરોજ ક્ષેત્રીય કક્ષાના તમામ આરોગ્ય કાર્યકરોને દ્વારા સર્વેલન્સ વાહક નિયંત્રણ અને આરોગ્ય શિક્ષણની પ્રવૃતિ ઝુંબેશ સ્વરૂપે હાથ ધરેલ હતું.

ફિલ્ડ આરોગ્ય કાર્યકર દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ મેલેરિયા,ડેન્ગ્યુ અને ચીકુનગુનિયા કેશ ડેફીનેશન મુજબ કેશોની શોધખોળ કરી લોહીના નમુના લેવા તેમજ વાહક નિયંત્રણમાં મચ્છર ઉત્પતિના બધા સંભવિત સ્થળોની તપાસની કરી પોરાનાશક કામગીરી કરેલ હતી.નકામાં પાણીના પાત્રો ખાલી કરાવેલ હતા.જેથી ઘરોની અંદર તેમજ બહાર જે સ્થળો પાણી ભરાયેલ છે તેની ચકાસણી કરી બિનઉપયોગી પાત્રોમાં ભરાયેલ પાણી દુર કરી અને ઉપયોગી પાણીમાં ટેમીફોસ જૈવિક નિયંત્રણ કામગીરી કરવામાં આવી હતી.

વાહક જન્ય રોગ નિયંત્રણ અંતર્ગત લોકોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું.પાણીના પાત્રો ઢાંકીને રાખવા,અઠવાડિક ઘસીને સાફ કરવા વગેરે જનજાગૃતિ કરવામાં આવી હતી.

ઢુવા પીએચસી દ્રારા મચ્છર ઉત્પતિ અટકાયતી કામગીરી શરૂ કરવામાં આવી

વાંકાનેર : ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગચાળો વધતો હોય છે ત્યારે પૂર્વ તૈયારીના ભાગરૂપે વાંકાનેર તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળાને લઈને સઘન સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે.

મોરબી જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ. બાવરવાની સૂચના મુજબ આગામી સમયમાં મચ્છરજન્ય રોગચાળો ના વકરે તે માટે THO ડૉ.આરીફ શેરશીયા અને પ્રા.આ.કેન્દ્ર-ઢુવા ના મેડીકલ ઓફિસર ડો ધવલ એન રાઠોડ ના માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં જુદી જુદી ટીમ બનાવી આરોગ્ય વિભાગ દ્વારા હાઉસ ટુ હાઉસ સઘન સર્વે કામગીરી કરવામાં આવી છે. જેમાં ફીવર સર્વેની સાથે ઘરમાં વપરાશ માટે પાણી ભરેલા પાત્રોમાં એબેટ નાખવું તેમજ છત પરના નાકમાં પાત્રોનો નિકાલ કરવો તથા વરસાદી પાણી ભરાયેલા ખાડામાં બળેલ ઓઈલ નાખવું, દવાનો છંટકાવ કરવો તથા કાયમી ભરાઈ રહેતા ખૂલ્લા પાણીના સ્થળો જેવા કે વોકળા, કૂવા, નાની ખેત તલાવડી વગેરેમાં પોરભક્ષક માછલીઓ મૂકવી જેવી વિવિધ મચ્છર ઉત્પતિ અટકાયતી કામગીરી કરવામાં આવી હતી જેથી મચ્છરનો ઉપદ્રવ ના થાય અને મચ્છરજન્ય રોગચાળો ના વકરે. વધુમાં આ તકે THO વાંકાનેર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે તમારી આજુબાજુમાં જો કોઈ આવા ખૂલ્લા પાણી ભરેલા બ્રિડીંગ સ્થળ જોવા મળે તો એમનો નિકાલ કરવો અને દર રવિવારે સવારે દસ વાગે દસ મિનિટ ફાળવી ડ્રાય ડે ઉજવવો અને આ ઝુંબેશમાં સહભાગી બનીને લોક સહકાર થકી મચ્છરજન્ય રોગોને ડામવા જણાવાયું હતું.

આ સમાચારને શેર કરો