વાંકાનેર: 27 નેશનલ હાઈવે પર જાલીડા પાસે દિપડાનું મોત..!!

વાંકાનેર 27 નેશનલ હાઇવે પર જાલીડા ગામ ના બોર્ડ ની આસપાસ દિપડો કોઈ અજાણ્યા વાહને અડફેટે આવી જતા મોત.

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જાલીડા ગામના બોર્ડ પાસે બાઉંટરીથી આશરે 15 કિલોમીટર દૂર 27 નેશનલ હાઇવે પર દિપડો કોઈ અજાણ્યા વાહનની અડફેટે આવી જતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અંદાજ મુજબ દિપડો નેશનલ હાઇવે ક્રોસ કરતો હશે અને અચાનક કોઇ અજાણ્યા વાહને હડફેટે આવી ગયો હોય તેવુ બને…

આ સમય દરમ્યાન કપ્તાનના તંત્રી અયુબ માથકીયાના રાજકોટના પત્રકાર મિત્ર મહેબુબભાઇ હાલા વાંકાનેરથી નેશનલ હાઈવે પરથી રાજકોટ જઈ રહ્યા હતા ત્યારે તેમને રોડ ઉપર મરેલ દીપડો જોતા ગાડી રોકી હતી અને ફોરેસ્ટ અધિકારી ને જાણ કરી હતી. આ સમય દરમ્યાન ત્યાં ઘણા લોકો આવતા અને જતા રહેતા હતા પરંતુ મહેબુબભાઇ જ્યાં સુધી ફોરેસ્ટનો સ્ટાફનો આવે ત્યાં સુધી આશરે એકાદ કલાક હાઇવે ઉપર રહ્યા હતા અને તેમને આ વેરાન જેવા વિસ્તારમાં દીપળાના નખ કે કોઈ અન્ય અંગ કાઢી ન જાય તે માટે તેઓ સંનિષ્ઠ કામગીરી બજાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે આ વિસ્તારમાં અવારનવાર દિપડો જોવા મળે છે તેઓ લોકો કહે છે તેમને પકડવા માટે પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ગઈ સાલ ખૂબ કોશિશ કરી હતી પરંતુ દીપડો પાંજરે પુરાયો નો હતો. આજે આ દિપડો હાઈવે કોસ કરવામાં મોતને ભેટયો છે.

સૌથી પહેલા સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનની મોબાઇલ ઍપ્સ ડાઉનલોડ કરો….. નિચેની બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલી લીંક ક્લિક કરો

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો