skip to content

મોરબી: સુરતથી ટ્રાવેલસમાં મોરબી આવેલા પાર્સલમાંથી નિકળ્યો ૨૧ કિલો ગાંજો..!!

મોરબી : મોરબીમાં એલસીબી પોલીસે ગાંજાનું રેકેટ ઝડપી લીધું હતું.જેમાં મોરબીના એક શખ્સે સુરતથી ગાંજો મોરબીની ટ્રાવેલ્સ બસમાં મંગાવ્યો હોવાની બાતમી મળતા એલસીબી ટ્રાવેલ્સની ઓફિસમાં ગાંજાની ડિલિવરી કરવા આવેલ અન્ય શખ્સને 21 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો હતો.તેમજ બન્ને શખ્સો સામે નશીલા દ્રવ્યોનો વેચાણ કરવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરી વિસ્તરોમાં નશીલા દ્રવ્યોના વેપલાની બદી નાબૂદ કરવાની રાજકોટ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલાએ સૂચના આપતા મોરબી એલસીબીએ આ દિશામાં તપાસ હાથ ધરી હતી. ઍ દરમિયાન મોરબી એલસીબી સ્ટાફના હિતેન્દ્રસિંહ ચુડાસમા અને નંદલાલ વરમોરાને ચોક્કસ બાતમી મળી હતી કે, મોરબીના લાતીપ્લોટ શેરી નંબર 6 માં આવેલ શ્રીજી ટ્રાવેલ્સની ઓફિસમાં સુરતમાંથી એક ગાંજાનું પાર્સલ આવ્યું છે.જે મોરબીની.મેમણ શેરીમાં રહેતા આમદભાઈ સતારભાઈ મેમણે મંગાવ્યું હોવાની અને આજે આ ગાંજાનો ડિલિવરી લેવા તે શ્રીજી ટ્રાવેલ્સની ઓફિસે આવવાનો છે.તેવી હકકિત મળતા એલસીબીના પીઆઇ વી.બી.જાડેજા, સ્ટાફના દિલીપભાઈ ચૌધરી,ભગીરથસિંહ ઝાલા, નીરવભાઈ મકવાણા, પૃથ્વીરાજસિંહ જાડેજા,દશરથસિંહ પરમાર,હરેશભાઈ સરવૈયા અને એસઓજી સ્ટાફના શંકરભાઇ ડોડીયા શ્રીજી ટ્રાવેલ્સ ઓફીસ પાસે વોચમાં ગોઠવાયા હતા.ત્યારે ગાંજાના પાર્સલ ડિલિવરી લેવા આવેલા જુબેર અબ્બાસને રૂ.1.21 લાખની કિંમતનો ગાંજો સાથે ઝડપી લીધો હતો.

આ ગાંજો કોણે મંગાવ્યો અને ક્યાંથી આવ્યો તે અંગે પૂછપરછ કરતા આ આરોપીએ સુરત ખાતેથી ગાંજો મોરબીની ટ્રાવેલ્સમાં મોરબીના આમદ સતાર મેમણએ મંગાવ્યો હોવાનું જણાવતા પોલીસે આ બન્ને શખ્સો સામે એન.ડી.પી.એસ એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/JTukGTBOKkj18msYkDWf3d

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો