Placeholder canvas

લીંબડી-અમદાવાદ હાઇવે પર કુરિયરની કારને આંતરી ડ્રાઇવર-ક્લિનરને મારી લૂંટ ચલાવી…

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-અમદાવાદ હાઇવે પર કુરિયર પીકઅપ ગાડીમાંથી મોડી રાત્રે લૂંટનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે. જેમાં ડ્રાઈવર અને ક્લિનરને માર મારી આખી ગાડી લૂંટી રસ્તામાં ગાડીમાંથી પાર્સલોની લૂંટ કરી ગાડી નવ કિં.મી દુર મૂકી ફરાર થઇ ગયા હતા.

લીંબડીના કાનપરા ગામના પાટિયા પાસે અજાણ્યા શખ્સો ઈમિટેશન, લેડીઝ આઈટમ, કટલેરી આઈટમ સહિત ચાંદીના દાગીનાના પાર્સલ ભરી જઈ રહેલ ગાડીમાં લૂંટ ચલાવી નાસી છૂટયા હતા. જેમાં અલગ અલગ પાર્સલની લૂંટ કરી કુરિયરની ગાડી ઘટનાસ્થળ પર મૂકી અજાણ્યા શખ્સો નાસી છૂટયા હતા. આ ઘટનાની જાણ થતાં ખુદ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડો. ગિરીશ પંડ્યા, લીંબડી dysp સી.પી.મુંધવા, સુરેન્દ્રનગર એલસીબી અને એસઓજી સહિત લીંબડી અને પાણસીણા પીએસઆઈ સહિતના પોલીસ સ્ટાફે તાકીદે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે દોડી ગયા હતા. મળતી માહિતી મુજબ એચ એલ કાર્ગો કંપનીની ગાડી નારોલ થી નીકળી રાત્રે 10:00 વાગે રાજકોટ જવા માટે નીકળી હતી. જેમાં 72 જેટલા ચાંદીના બિસ્કીટ, ઘરેણા, વાસણો સાદી બંગડી ઇમિટેશન જ્વેલરી દોરા અન્ય વસ્તુઓ હતી.

પોલીસે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં નાકાબંધી કરી તસ્કરોની ગેંગને ઝબ્બે કરવાનાં ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ સુરેન્દ્રનગર જિલ્લામાં મોડી રકમની ચાંદીના જથ્થાની લૂંટની ઘટના બની હતી. ત્યારે લીંબડી-અમદાવાદ હાઇવે પર કુરિયર પીકઅપ ગાડીમાંથી મોડી રાત્રે લૂંટનો બનાવ બનતા ચકચાર મચી જવાની સાથે પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી છે.

આ સમાચારને શેર કરો