રાજકીયસૌરાષ્ટ્ર

માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી આજે સાંજે કોંગ્રેસને કરશે રામરામ…

બે દિવસમાં પાંચમો ઝટકો લાગશે: રાજુલામાં પાટીલ સાથે અરવિંદ લાડાણીની ગુપ્ત બેઠક

ગુજરાતમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અર્જુન મોઢવાડિયા બાદ સૌરાષ્ટ્રમાં વધુ એક કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામું આપશે. માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણી આજે સાંજે પક્ષને રામરામ કરશે. એક બાદ એક ધારાસભ્યના રાજીનામાના સમાચારથી કોંગ્રેસમાં સન્નાટો છવાઇ ગયો છે. કોંગ્રેસના સભ્યપદ અને ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યા બાદ લાડાણી ભાજપમાં જોડાશે. રાજુલામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે ગુપ્ત બેઠક થઈ હતી. અરવિંદ લાડાણી 3 દિવસથી કોઈના કોલ રિસીવ કરતા નથી.

જાણવા મળતી વિગત મુજબ, અરવિંદ લાડાણી અર્જુન મોઢવાડિયાના નજીકના માનવામાં આવે છે. અરવિંદ લાડાણીને પણ ભાજપમાં જોડાવવા અર્જુન મોઢવાડિયાએ એપ્રોચ કર્યા છે.

આ સમાચારને શેર કરો