મોરબી જિલ્લામાં કોરોનાનો રાફડો ફાટ્યો, આજે જિલ્લામાં 102 અને વાંકાનેરમાં 12 કેસ નોંધાયા

મોરબી : આજે મોરબી જિલ્લામાં કોરોનાનો રાફડો ફાટયો છે, આજે મોરબી જિલ્લામાં 102 કેસ નોંધાયા છે જેમાં 34 કેસ શહેરી વિસ્તારમાં અને 68 કેસ ગ્રામીણ વિસ્તારમાં નોંધાયા છે.

મોરબી જિલ્લામાં આજે મોરબી તાલુકામાં 85,વાંકાનેર તાલુકામાં 12, હળવદ તાલુકામાં 2,ટંકારા તાલુકામાં 2 અને માળીયા તાલુકામાં 1 કેસ નોંધાયો છે. હાલ મોરબી જિલ્લામાં કુલ 317 કોરોનાના એક્ટિવ કેસ છે.

વાંકાનેર તાલુકામાં આજે એક દિવસમાં કુલ 12 કેસ નોંધાયા છે જેમાંથી ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ અને શહેરી વિસ્તારમાં નવ કેસ નોંધાયા છે

આ સમાચારને શેર કરો