મહીકા ગામના વતની હબીબભાઈ માથકિયાનો રાધનપુર ખાતે વિદાય સમારંભ યોજાયો ‌

વાંકાનેર તાલુકાના મહીકા ગામના વતની માથકિયા હબીબભાઈ અબુજીભાઈનો શુભેચ્છા વિદાય સમારંભ તા.8ને શનિવારે યોજાઈ ગયો.

નવાબી નગરી રાધનપુરમાં અંજુમન સાર્વજનિક ઉ.મા.હાઈસ્કૂલ, રાધનપુરમાં પ્રથમ ‘લીવ વેકેન્સી’ તરીકે તા.8/8/88થી જોડાયા. ત્યારબાદ તેમની સેવાનિષ્ઠા, સરળ સ્વભાવ અને ફરજ સભાનતાથી આ સંસ્થાના આદ્યસ્થાપક મર્હુમ વકીલ કાલેખાન જી.પઠાણ સાહેબ ખૂબ જ પ્રભાવિત થયા અને તા.12 /12 /88 માં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પૂર્ણકાલીન ઉ.મા.શિક્ષક તરીકે નિમણૂક આપી. હીરા પારખુ ઝવેરીની જેમ માનવ પારખું વકીલ સાહેબ ના વિશ્વાસને વય નિવૃત્તિ સુધી સળંગ 33 વર્ષના દીર્ઘકાલીન સમયગાળા સુધી ખૂબ જ નિષ્ઠાપૂર્વક નિભાવી એ આપના જીવનની એક આગવી સફળતા જ કહેવાય . નિવૃતિ તા. 31/ 5 /2021 હતી . Covid-19 ને લીધે વિદાય સમારંભ મુલતવી રાખેલ.ખાલી પડેલ જગ્યા સરકાર તરફથી ભરતી ન થઈ હોવાથી નિવૃત્તિ પછી પણ આજ દિન સુધી હજુ પણ સેવા ચાલુ રાખેલ છે.

વિજ્ઞાન મેળા જેવી વિવિધ શૈક્ષણિક તેમજ સામાજિક અને સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓમાં તથા આંકડાશાસ્ત્ર જેવા વિષયમાં વર્ષો સુધી સતત 100 ટકા પરિણામ લાવી શાળાને અનેકવાર ગૌરવ અપાવ્યું છે. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખશ્રી અક્રમખાન પઠાણ, આચાર્ય વી.એ. સુલતાની, પૂર્વ આચાર્ય યુસુફખાન પી. પઠાણ, ગામના પ્રતિષ્ઠિત આગેવાનો, સ્ટાફ મિત્રો, વિદ્યાર્થી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.પ્રાસંગિક પ્રવચન, સાલ મોમેન્ટ, સન્માન પત્ર આપી તેમનું બહુમાન કરવામાં આવ્યું.

આ સમાચારને શેર કરો