Placeholder canvas

જાણો વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં કોને કેટલા મતો મળ્યા ?

વાંકાનેર માર્કેટિંગ યાર્ડની મતગણતરી પૂર્ણ, પરિણામ પેન્ડિંગ
ખેડૂત વિભાગમાં ટોપ-10માં કૉંગ્રેસના 8, ભાજપના 2
માર્કેટીંગ યાર્ડના વાઇસ ચેરમેન અશ્વિન મેઘાણી ચૂંટણી જીતી ગયા છે અને ચેરમેન શકિલ પીરઝાદાને ખેડૂત વિભાગમાં સૌથી વધુ મતો મળ્યા છે.

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ચૂંટણીની મતગણતરી આજે સવારે 9:00 થી હાથ ધરવામાં આવી હતી જેમાં સંઘ અને પ્રોસેસિંગ વિભાગમાં કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થયા હતા તેમજ વેપારી વિભાગના ચાર સભ્યોની આખે આખી પેનલ કોંગ્રેસની વિજેતા થઇ હતી.

જ્યારે ખેડૂત વિભાગમાં કુલ ૨૧ ઉમેદવારો વચ્ચે ચૂંટણી થઈ હતી જેમાંથી 31 મતનો હાઈકોર્ટનો નિર્ણય અનામત હોય આ મતો હાલમાં અલગથી સીલ પેક કરવામાં આવ્યા છે. જેનો નિર્ણય હવે પછી હાઇકોર્ટ લેશે. આ મતો પરિણામને અસર કરી શકે છે જેથી આજે ખેડૂત વિભાગની મતગણતરી પછી પણ તેમનું પરિણામ જાહેર કરવામાં આવેલ નથી.

ખેડૂત વિભાગમાં થયેલ મતદાનની મતગણતરી કરતા હાલમાં કોંગ્રેસના 8 સભ્યો અને ભાજપના 2 સભ્યો ટોપ ટેનમાં આવી રહ્યા છે. સૌથી વધુ મતો કોંગ્રેસના શકીલ પીરઝાદાને 332 મત મળ્યા છે, જ્યારે બીજા નંબર પર ભાજપના ઈસ્માઈલ કડીવાર આલમ, (પૂર્વ સરપંચ વાલાસણ)ને 312 મતો મળ્યા છે.

ખેડૂત વિભાગના ઉમેદવારોને મળેલ મતો :-
1, કડીવાર અ.રહીમ વલીમામદ -પીપળીયારાજ–311
2, કડીવાર ઇસ્માઇલ ફતેમામદ -વાલાસણ——-312
3, કુણપરા બચુભાઇ મંજીભાઈ -પલાસ———-273
4, કેરવાડિયા કરમશી ગોવિંદભાઇ -આણંદપર—-267
5, કોબીયા દેવભાઈ છગનભાઇ – ભેરડા———-268
6, ખોરજીયા યુનુસ અલાવદી -અરણીટીંબા——295
7, ગોરીયા નાથાભાઇ મનજીભાઈ – ભેરડા——–296
8, ચૌહાણ બિપિન પ્રેમજીભાઈ -જેપુર————286
9, જાડેજા હરદીપસિંહ મહેન્દ્રસિંહ -કોટડા——–268
10, જાડેજા હરદેવસિંહ દિલુભા -આ. પીપળીયા–279
11, ઝાલા અર્જુનસિંહ તેજુભા -જાબુડિયા——–262
12, ઝાલા સિદ્ધરાજસિંહ ચનુભા -ખેરવા———282
13, પરાસરા ગુલામ અમી -સિંધાવાદર———–309
14, પીરઝાદા શકિલએહમદ કે. -રાણેકપર——-332
15, બ્લોચ ગુલમહંમદ ઉમંરભાઈ -વાંકીયા——–281
16, બાદી ઉસ્માનગની નૂરમામદ -કેરાળા———-039
17, વાળા કીર્તિરાજસિંહ દિપુભા -ગારીયા———294
18, શેરસિયા જલાલ અલીભાઈ -ચંદ્રપુર———-279
19, શેરસિયા હુશેન અહમદ -કોઠી—————-305
20, શેરસિયા હુશેન મહમદ -પંચાસર————-304
21, સાપરા મગન જગાભાઈ -ગુંદાખડા————259
રદ———————————————–034

વેપારી વિભાગમાં ઉમેદવારોને મળેલ મતો
1, ચૌધરી મોહયુદ્દીન હુસેનભાઇ -171
2, ઝાલા શક્તિસિંહ દેવેન્દ્રસિંહ -53
3, પરાસરા મો.રફિક ઉસ્માન– 176
4, બાદી મો.નિસાર ઇસ્માઇલ –178
5, મેઘાણી અશ્વિન નવઘણભાઈ-165

ખરીદ-વેંચાણ વિભાગમાં ઉમેદવારોને મળેલ મતો
1, કાંકરેચા કાળુભાઈ મેરુભાઈ -05
2, બાદી અલીભાઈ મામદ——–18

આ સમાચારને શેર કરો