હળવદ: આવાસની લોન આપવાની કામગીરી પાલિકાએ ટલ્લે ચડાવ્યાની ફરિયાદ 

હળવદ : હળવદ પાલિકા દ્વારા આવાસની લોન આપવાની કામગીરી છેલ્લા દોઢેક વર્ષથી ટલ્લે ચડાવવામાં આવી હોવાની રાવ ઉઠી છે.

લોકો અવાર નવાર પોતાના કામધંધે રજા રાખી પાલિકામાં રજૂઆત કરવા જાય છે. પણ આ મુદ્દે પાલિકા દ્વારા કોઈ કામગીરી કરવા માં આવી નથી. અધિકારીઓ દ્વારા ઉડાઉ જવાબ આપવામાં આવે છે તેવી બહુજન સમાજ પાર્ટીના સોશિયલ મીડિયા કનવિનર નિતિનભાઈ વાઘેલાએ ફરિયાદ સાથે જિલ્લા કલેકટરને રજુઆત કરી ત્વરિત કાર્યવાહીની માંગ ઉઠાવી છે.

આ સમાચારને શેર કરો