વાંકાનેર: રાતીદેવળી ગામે સાસરિયામાં યુવકનો આપઘાત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે યુવકે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે.

મૂળ જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના બાલંભા ગામમાં રહેતા મહેશભાઇ જેન્તીભાઇ સોલંકી (ઉ.વ. 25) હાલ રાતીદેવળી ગામમાં તેમના સસરા ગીરધરભાઇ વીકાણીના ઘરે હતા. ત્યારે ગઈ કાલે સાસરિયામાં મહેશભાઇ કોઇ કારણસર ઝેરી દવા પી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે આ બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •