વાંકાનેર: તલાટીનો વીડિયો વાયરલ થયાના પ્રકરણમાં તલાટીની પંચાયતના સભ્ય વિરૂદ્ધ ફરિયાદ
વાંકાનેર : વાંકાનેરના જાલીડા ગામે તલાટીના ગેરવર્તનનો વીડિયો વાયરલ થયાનું પ્રકરણ પોલીસ મથકે પહોંચ્યું છે. જેમાં તલાટી મંત્રી દ્વારા પંચાયતના સભ્ય વિરુદ્ધ ફરજમાં અડચણ ઉભી કરી નોકરીમાંથી કઢાવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદના આધારે પોલીસે હાલ તપાસ આદરી છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના જાલીડા ગ્રામપંચાયતમા તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા હેતલબા નવલસિંહ ચૌહાણ ઉ.વ.30એ ગ્રામપંચાયતના સભ્ય વિશાભાઈ માણસુરભાઈ લોહ વિરુદ્ધ વાંકાનેર તાલુકા મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેઓ જ્યારે ફરજ પર હાજર હતા. ત્યારે આ શખ્સે સીસી રોડના વર્ક ઓર્ડરની કોપી જોઈએ છે તેમ કહ્યું હતું. જેથી તેઓએ કહેલ કે અત્યારે મારી પાસે સીસીરોડના વર્ક ઓર્ડરની કોપી ન હોય તમે ચારેક વાગ્યે વાંકાનેર તાલુકા પંચાયત કચેરીએ આવજો. ત્યાં તમોને આ કોપી અપાવી દઈશ. તેમ કહેતા શખ્સ ઉશ્કેરાઇ જઈને ઉગ્ર થઈને ચાલુ ફરજમાં અડચણ ઉભી કરી બોલાચાલી કરી નોકરીમાંથી કઢાવી નાખશે તેવી ધમકી આપી બદનામ કરવાના ઇરાદે વિડીયોનું રેકોર્ડીંગ કર્યું હતું.
તલાટી મંત્રીની આ ફરિયાદના આધારે હાલ વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…