વાંકાનેર: જો તમે માર્કેટિંગ યાર્ડમાં માલ વેચવા જવાના છો? તો આ વાંચો.

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ના મેનેજમેન્ટે માટે એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે તાજેતરમાં વરસાદની આગાહી ને લઈને આજે એટલેકે તારીખ 16/ 11/ 2019 ના સાંજે છ વાગ્યા પછી થી વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં માલ ઉતારવા ઉપર પ્રતિબંધ છે.

જ્યારે આગામી તારીખ 17/11/2019 ને રવિવારના સાંજના છ વાગ્યાથી વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો પોતાનો માલ વેચવા લાવી શકશે અને રવિવારે સાંજના છ વાગ્યાથી સોમવાર તારીખ 18/11/2019 ના સવારના દસ વાગ્યા સુધી માલને પ્રવેશ આપવામાં આવશે.

જ્યારે 18/11/2019 ને સોમવાર સવારે 10 વાગ્યાથી આગલી જાહેરાત ન થાય ત્યાં સુધી માલ પર પ્રવેશ બધી રહેશે. વરસાદને ધ્યાનમા રાખીને હવે પછી તારીખ 18/11/2019 સાંજે આગળની જાહેરાત કરવામાં આવશે.

હાલમાં વરસાદી વાતાવરણ હોય અને વાંકાનેર માર્કેટિંગ યાર્ડ મેનેજમેન્ટ વાંકાનેરમાં વેચવા આવતા ખેડૂતભાઈઓ નો માલ બગડે નહીં એ માટે હવામાન ખાતાની આગાહી, વેધર વેબસાઇટ અને મામલતદાર કચેરી આ બધામાંથી નીચો કાઢીને માલની પ્રવેશબંધી અને પ્રવેશ આપવાની જાહેરાત કરે છે. જેથી કરીને ખેડૂતોએ પોતાનો માલ વેચવા આવતા પહેલા અત્યારે માલ ને પ્રવેશ આપવામાં આવે છે કે નહીં તે જાણી લેવું જેથી તેઓ હેરાન ન થાય અને તેમનો માલ બગડે નહીં.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો