Placeholder canvas

રાજકોટ: જન્માષ્ટમીના લોકમેળાના આકર્ષક શીર્ષક માટે સ્પર્ધા…

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જન્માષ્ટમી પ્રસંગે આગામી તા.5 થી 9 સપ્ટેમ્બર સુધી આયોજિત કરાયેલા લોકમેળાની અત્યારથી જ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. આ લોકમેળામાં આકર્ષક શીર્ષક નગરજનો પાસેથી મંગાવવામાં આવેલ છે. લોકમેળાનું આકર્ષક શીર્ષક મેળવવા સ્પર્ધા આયોજિત કરવામાં આવી છે.

જેમાં આકર્ષક શિર્ષક આપનાર સ્પર્કને પુરસ્કારથી નવાજવામાં આવશે. લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા તા.5 થી 9 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર આ લોકમેળાનું કોઇપણ નાગરિક આકર્ષક અને ટુંકુ શિર્ષક મોકલી શકે છે. એન્ટ્રી મોકલનારા સ્પર્ધકે સુવાચ્ય અક્ષરમાં પોતાનું નામ, સરનામું, સંપર્ક નંબર લખવાનો રહેશે. ઇમેઇલથી મોકલનાર સ્પર્ધકે પણ સરનામુ અને સંપર્ક નંબર અચૂક લખવાનો રહેશે. આ એન્ટ્રી મોકલવાની છેલ્લી તારીખ – 18/6 સુધીમાં મોકલી આપવાની રહેશે. આ સ્પર્ધામાં કોઇ પણ નાગરિક ભાગ લઇ શકશે.

પ્રાપ્ત થયેલી એન્ટ્રીમાંથી લોકમેળા સમિતિ દ્વારા આખરી શીર્ષક પસંદ કરવામાં આવશે. પસંદગી બાબતે લોકમેળા સમિતિનો નિર્ણય આખરી ગણાશે. સ્પર્ધકોએ એન્ટ્રી મોકલવાનું સરનામું લોકમેળા અમલીકરણ સમિતિ, કલેકટર કચેરી, ખાસ શાખા, શ્રોફ રોડ, રાજકોટ. જ્યારે ઇ-મેઇલ આઇ.ડી. collectorsbranchgmail.com ઉપર મોકલી આપવાની રહેશે. સમય મર્યાદા બાદ આવેલી એન્ટ્રી ધ્યાને લેવામાં આવશે નહીં. તેમ નિવાસી અધિક કલેક્ટર એસ. જે. ખાચરની યાદીમાં જણાવાયું છે.

આ સમાચારને શેર કરો