Placeholder canvas

કાંઈક તો શરમ રાખો: જ્યાં લાશોના ઢગલા હતા એ સિવીલમાં PM આવતા કલરકામ…

મોરબી સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા હોસ્પિટલનું રંગરોગાન કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલને નવી બનાવવા કલર કરવામાં આવી રહ્યો છે. હોસ્પિટલમાં એલ્યુમિનિયમ સેક્શનના નાનાં નાનાં રૂમ પણ બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબી સિવિલ હોસ્પિટલના રંગરોગાન કાર્યના વીડિયો પણ સામે આવ્યા છે.

મોરબી સિવિલ હોસ્પિટલ રાતો રાત ચકાચક થઈ ગઈ !!!!

કહેવું જ પડે કે કાંઈક તો શરમ રાખો, ગઈકાલે જે મોરબી સિવિલ હોસ્પિટલમાં 100થી વધુ મૃતદેહો લાવવામાં આવ્યા હતા. ત્યારે એ જ સિવિલ હોસ્પિટલનું રાત્રે રંગરોગાન કાર્ય ચાલુ કરવામાં આવ્યું હતું, જેમના ફોટા અને વીડિયો સોશ્યલ મીડિયામાં ફરતા થતા. એ દરમિયાન સિવિલ હોસ્પિટલનું રંગરોગાન કામ ચાલી રહ્યું હતું. પત્રકારોએ એની પૂછપરછ કરતા સમયે સિવિલ હોસ્પિટલ બહાર હાજર પોલીસ દ્વારા તેમને ઊભા રહેવા દેવામાં આવ્યા ન હતા અને ત્યાંથી ભગાડી દેવામાં આવ્યા હતા.

રાતો રાત બેડ બદલ્યા, પાણીના કુલર બદલ્યા….!!!

તૂટેલાં બેડને દૂર કરી નવાં બેડ લાવવામાં આવ્યાં મોરબી સિવિલ હોસ્પિટલને નવી બનાવવા કલરકામ કરવામાં આવી રહ્યું છે. હોસ્પિટલમાં તૂટેલાં પાણીનાં કૂલર હટાવી નવાં કૂલર મૂકવામાં આવ્યાં છે. ત્યારે હોસ્પિટલમાં તૂટેલાં બેડને દૂર કરી નવાં બેડ લાવવામાં આવી રહ્યાં છે. તો બીજી તરફ એલ્યુમિનિયમ સેક્શનના નાના નાના રૂમ બનાવવામાં આવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલની બિસ્માર હાલત હતી એ સિવિલ હોસ્પિટલને નવી દેખાય એ માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જો આ બેડ અને કુલર પાછા ન લઈ જાય તો કમ સે કમ PM આવવાથી સામાન્ય જનતાને સિવિલમાં આટલી સગવડતો મળશે! એટલું તો કમસે કમ આશ્વાસન લઈ શકાય !!!

ખરેખર જો એમને લોકો પ્રત્યે થોડી ઘણી પણ લાગણી અને સહાનુંભુતિ હોય તો તેમના આગમન માટે સિવિલ હોસ્પિટલને સારી બનાવવાની કોશિશ થઈ છે, ખરેખર જ્યાં કોઈ સુવિધા હોતી નથી અને પારાવાર મુશ્કેલી હોય છે તેવા સિવિલના તંત્રને બે શબ્દો કહેવાની PM એ માનવતા ભરી હિંમત કરવી જોઈએ. એટલું જ નહીં પરંતુ ખરેખર આ દુર્ઘટના માટે જવાબદાર વ્યક્તિઓને તંત્ર બચાવી રહ્યું છે તેમની સામે પગલાં લેવાની જાહેરાતમાં કડક સૂચના દેવી જોઈએ. પરંતુ આવું થવાનું નથી એ હકીકત છે કેમકે જે તંત્ર મોટા માથાઓને બચાવવાની કોશિશ કરી રહ્યું છે તે તંત્રના ‘માસીના દીકરા’ નથી તેઓ માત્ર તેમને મળેલી સૂચનાની અમલવારી કરી રહ્યા છે.

આજે પીએમ આવશે તેથી જે લોકોના ઘરો ઉજળી ગયા છે અથવા તેમના લાડકવાયા ગુમાવ્યા છે તે પાછા નથી આવવાના, પણ જો PM ગુજરાતમાં હોય અને ન આવે તો ભારે ટીકા થાય, પીએમ મોરબીમાં આવીને શું બોલશે તે લોકો અત્યારથી જાણી રહ્યા છે અને અંદાજ કરી રહ્યા છે. તેમના શબ્દો આ જ હશે કમ સે કમ લોકો આટલા જાગૃત થયા છે પણ હવે વધુ જાગૃતતાની આવશ્યકતા છે. મારે શું ? હવે આળસ કરવી હરગીજ પરવડે તેમ નથી, ખરેખર આ દુર્ઘટનાના જવાબદાર દોષિતોને બચાવવાની કોશિશ થઈ રહી છે ત્યારે, જે જમીરવાળી જનતા છે તેને જાગીને ચૂંટણીમાં આનો જવાબ દેવો રહ્યો. નહિતર ગુનેગારોને છાવરવાની અને એને નિર્દોષને સજા આપવાની શરૂ થયેલી આ પ્રથા કયારે અટકશે નહીં. આ રાજકીય ટોળું એવું માનવા લાગ્યું છે કે લોકો ચાર દિવસમાં બધું ભૂલી જશે, આ તેમની માન્યતા તેમને ભુલાવવી પડશે નહિતર આવું જ ચાલતું રહેશે એ મીનમેખ વગરની વાત છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/HXcZmc55kbhLi4yr9UOSt2
આ સમાચારને શેર કરો