Placeholder canvas

વાંકાનેરમા મિત્ર સાથે ઝઘડાના ખારમાં નિર્દોષ યુવાનને માર પડ્યો

વાંકાનેર : વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારમાં બાઈક ઉપર જતા યુવાનને અટકાવી ત્રણ શખ્સોએ વિના કારણે માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા તેમને પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ બનાવની મળેલી માહિતી મુજબ ચંદ્રપુરની ભાટિયા સોસાયટીમાં રહેતા અને પેટ્રોલપંપમાં નોકરી કરતા જેહાદભાઈ રજાકભાઈ બેલીમ પોતાના મિત્રો સાથે જતા હતા ત્યારે મિલ પ્લોટ વ્યાયામ શાળા નજીક આરોપી વસીમ ઉર્ફે બાપુડી અને અજાણ્યા બે શખ્સોએ તેમને અટકાવી પાઇપ, છરી, લાકડી વડે હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.

આ બનાવમાં આરોપી વસીમ ઉર્ફે બાપુડીને ફરિયાદી જેહાદભાઈ તેમના મિત્ર સરફરાજ સાથે ફરતા હોય તે પસંદ ન હોય આ હુમલો કર્યાનું ફરિયાદમાં જાહેર કર્યું છે. આ મામલે વાંકાનેર સીટી પોલીસે વસીમ ઉર્ફે બાપુડી અને બે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો