Placeholder canvas

ગુજરાત ઠંડીથી ઠુઠવાયું: નલિયા ઠંડુંગાર; માઉન્ટ આબુ 1 ડિગ્રી!!!

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થઇ ગયો છે. અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો ગગડતાં દિવસ દરમ્યાન પણ લોકો ઠુંઠવાયા હતા. કચ્છના નલિયામાં સતત બીજા દિવસે ગાત્રો થીજવતી ઠંડીનો વર્તારો યથાવત જોવા મળ્યો હતો. નલિયામાં સૌથી નીચુ 58 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બીજી તરફ હવામાન ખાતા દ્વારા કચ્છમાં મંગળવારના રોજ કોલ્ડવેવની સ્થિતિ રહેશે તેવી આગાહી કરાઇ છે. રાજ્યમાં છેલ્લાં એક સપ્તાહથી ફરી શિયાળાની જમાવટ કરી છે.

માઉન્ટઆબુમાં સીઝનમાં પ્રથમવાર તાપમાન -1 ડિગ્રી પર પહોંચી ગયું છે. જેમાં ઘરોમાં-હોટલમાં પણ શરીરને ધ્રુજાવી દેતી ઠંડી પડી રહી છે અને નળમાં પાણી પણ થીજી ગયા છે. ત્યારે પર્યટકો પણ પ્રકૃતિનો ભરપૂર આનંદ માણી રહ્યા છે અને આગામી દિવસોમાં હજુ પણ ગાત્રો થીજવતી ઠંડી પડવાની છે.

સૌરાષ્ટ્રમાં શિયાળામાં ઠંડીએ શીત લહેર પ્રસરાવી છે. ગિરનાર પર્વત તો જાણે હિમાલય બન્યો હોય તેમ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ગિરનાર પર્વત પર તાપમાનનો પારો ગગડીને 6.5 ડિગ્રીએ પહોંચી ગયો છે અને તેનાથી પર્વતારોહકો કડકડતી ઠંડીથી ધ્રુજી ઉઠયા હતા. સૌરાષ્ટ્રના શહેરોમાં સૌથી ઠંડું રાજકોટ શહેર છે. જ્યાં 10 ડિગ્રી ઠંડી યથાવત રહેતા લોકો ધ્રુજી ઉઠ્યા હતા. અન્ય શહેરોની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં 11, જૂનાગઢમાં 11.5, મહુવામાં 12, પોરબંદરમાં 13, ભાવનગરમાં 14. દ્વારકા વેરાવળ અને દીવમાં 15, ઓખામાં 18 ડિગ્રી ઠંડીથી જનજીવન અસરગ્રસ્ત થયું હતું.

આ સમાચારને શેર કરો