તૈયાર થઈ જજો: શુક્રવારથી હું હું હું કરાવતી ઠંડીનો રાઉન્ડ આવે છે.

જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહી: અમુક સેન્ટરોમાં પારો 10 ડીગ્રીથી નીચો સરકશે; વર્તમાન સ્તર કરતા બે થી પાંચ ડીગ્રી નીચે ઉતરશે

રાજયમાં કેટલાંક દિવસોથી તાપમાન નોર્મલથી ઉંચુ રહેવા સાથે હજુ શિયાળો જામતો નથી ત્યારે હવે આવતીકાલથી પારો નીચો આવવા લાગશે અને ખાસ કરીને શુક્રવારથી કેટલાક ભાગોમાં તાપમાન 10 ડીગ્રી કે તેથી પણ નીચે સરકવાની શકયતા દર્શાવતી આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે.

તેઓએ 14થી21 ડિસેમ્બરની આગાહી કરતા કહ્યું હતું કે, કાલથી ન્યુનતમ તથા મહતમ એમ બન્ને તાપમાન નીચા આવશે. વર્તમાન સ્તરેથી બે થી પાંચ ડીગ્રી નીચા આવવાની સંભાવના છે. ખાસ કરીને 17થી19 ડિસેમ્બર દરમ્યાન ઠંડી કાતિલ બન્યાનો અનુભવ થશે. આ દિવસો દરમ્યાન અમુક સેન્ટરોમાં તાપમાન 10 ડીગ્રી કે તેનાથી પણ નીચે જઈ શકે છે. જો કે, 21મીથી તાપમાન ફરી વધશે અર્થાત ઠંડી ઓછી થશે.

આ સમાચારને શેર કરો