Placeholder canvas

નલીયા પારો ગગડ્યો, ગુજરાતમાં આગમી દિવસોમાં હજુ ઠંડી વધશે.

આમ તો ગુજરાતમાં ઠંડી લગભગ ડીસેમ્બર મહિનાથી જ શરુ થઈ જાય છે. પરંતુ આ વખતે મોડા મોડા પણ ઠંડી આવી ખરી. આજે ગુજરાતમાં ઠંડીનો ચમકારો દેખાયો છે. ગુજરાત હવામાન વિભાગ અને અંબલાલની અગાહી મુજબ હજુ પણ અગામી દિવસમાં રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા છે.

સમગ્ર ભારતની વાત કરીએ તો હાલમાં ઉત્તર ભારતમાં શિયાળાની ઠંડીનુ પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યુ છે. ગઈકાલે ક્રિસમસના દિવસે ઠંડીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. જેના કારણે આજે ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. રાજ્યમાં બે-ત્રણ દિવસથી ફૂલ ગુલાબી ઠંડી શરૂ થઈ ચુકી છે. આ બાજુ રાજસ્થાનના ચુરુમાં તો તાપમાનનો પારો 0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. ભારતીય હવામાન વિભાગના જણાવ્યાં મુજબ રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં આજે પણ તીવ્ર શીત લહેર યથાવત રહેવાની શક્યતા રહેલી છે. હવામાન વિભાગે હરિયાણા અને દિલ્હી NCR માટે પણ એલર્ટ જાહેર કર્યું છે.

રાજ્યમાં સૌથી વધારે ઠંડી કચ્છના નલીયામાં :

છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં ઠંડીનો પારો ગગડતાં ઠંડીનો ચમકારા અનુભવ થયો હતો. જેમ જેમ ઠંડીનો પારો ગગડી રહ્યો છે, તેમ-તેમ લોકો ઠંડીથી ઠુંઠવાઈ રહ્યા છે. કોઈ ઠંડીની મજા માણી રહ્યા છે તો ક્યાક લોકો ઠંડીથી ધ્રુજી રહ્યા છે. આજે રાજ્યમાં સૌથી વધારે ઠંડી કચ્છના નલીયા વિસ્તારમાં અનુભવાઈ છે. જ્યા ગઈ કાલે 4.2 ડીગ્રી સુધી પારો ગગડી ગયો હતો. જેના કારણે લોકો ઘરમાં પુરાઈ રહ્યા હતા. ઠંડી શરૂ થતા જ લોકોએ ગરમ કપડા પહેરવાનું શરૂ કરી દેવું પડ્યું છે.

ગુજરાત માટે આગામી બે દિવસની આગાહી કરતાં રાજ્યનાં હવામાન વિભાગે જણાવ્યું છે કે, કચ્છના કેટલાક વિસ્તારમાં આગામી દિવસમાં શીત લહેર છવાઈ જવાની શક્યતા છે. તેમજ કચ્છના નલીયા વિસ્તારમાં હજુ પણ પારો ગગડે તેવી શક્યતા દર્શાવી છે. તેમની અસર સમગ્ર સૌરાષ્ટ્રને ગુજરાતમાં થવા થશે. આ ઉપરાંત આંબાલાલ પટેલે નવા વર્ષમાં જાન્યુઆરીમાં માવઠાની પણ આગાહી કરી છે.

આ સમાચારને શેર કરો