Placeholder canvas

વાંકાનેર: સી.એન.જી રીક્ષામા મુસાફરોના નાણાં સેરવતી ગેંગ ઝડપાઇ

સી.એન.જી રીક્ષામા રાહદારીને પેસેન્જ તરીકે બેસાડી તેમની પાસેથી રોકડા રૂપિયાની ચોરી કરતી ગેંગને વાંકાનેર સીટી પોલીસે ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર સીટી પોલીસના પોલીસ હેન્ડ કોન્સ્ટેબલ હરપાલસિંહ પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ કૃષ્ણરાજસિંહ ઝાલાને ચોક્કસ બાતમી મળી હતી કે, રીક્ષામાં પેસેન્જરને બેસાડી નજર ચુકવી ચોરી કરનાર આરોપીઓ તેની સી.એન.જી રીક્ષામાં રાજકોટ કુવાડવા તરફથી વાંકાનેર તરફ આવનાર છે.

જેને પગલે વાંકાનેર સીટી પોલીસની ટીમ અમરસર ફાટક પાસે વાહન ચેકીંગમા હતા તે દરમ્યાન બાતમી અનુસાર સી.એન.જી રીક્ષા આવતા તેને રોકી ઈ-ગુજકોપની મદદથી રીક્ષાને સર્ચ કરી હતી. તેમજ રીક્ષામા બેસેલ આરોપી અંકીતભાઈ ઉર્ફે કાંધલ પ્રવિણભાઈ પરમાર  અને અરવિંદભાઈ ઉર્ફે કની પોલાભાઈ કાંજીયાની સઘન પુપરછ કરતા બન્નેએ વટાણા વેરી નાખ્યા હતા અને પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી કે, બન્ને હાઈવે રોડ તેમજ ગામના અંદરના રસ્તા ઉપર સી.એન.જી રીક્ષા ચલાવી તેમા રાહદારી પેસેન્જરને બેસાડી નજર ચુકવી રોકડા રૂપીયા તેમજ સોના ચાંદીના ઘરેણાં લઈ નાસી જતા હતા. અને ચોરી કર્યા બાદ રીક્ષાના કલર તેમજ એસેસરીઝમા ફેરફાર કરી નાખતા હતા. આ ઉપરાંત બન્ને ઘરફોડ ચોરીના ગુનામાં પણ રાજકોટ,મોરબી,હળવદ સહિતના પોલીસમ થકમાં પોલીસ ચોપડે ચડી ચુક્યા છે.

જેને પગલે પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી હતી અને રૂપિયા ૫૦,૦૦૦ની કિંમતની એક કાળા કલરની સી.એન.જી રીક્ષા રજી.નંબર-GJ-03-AW-5985 અને જુદા જુદા દરની ભારતીય ચલણી નાણા રોકડા રૂપિયા ૫૬,૭૦૦ સહિત રૂપિયા ૧,૦૬,૭૦૦નો મુદામાલ જપ્ત કરી આઈ.પી.સી કલમ-૩૭૯ મુજબનો ગુન્હો ડીટેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આ સમાચારને શેર કરો