Placeholder canvas

વાંકાનેર: અમરસર ફાટક પાસેથી ચોરાઉ બાઈક સાથે એક શખ્સ ઝડપાયો

વાંકાનેર : વાંકાનેર સિટી પોલીસે અમરસર ફાટક પાસેથી બાતમીના આધારે ચોરાઉ બાઇક સાથે એક શખ્સને ઝડપી પાડી બાઇક કબ્જે કરીને શખ્સ સામે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર સીટી પોલીસને બાતમી મળી હતી કે ચોરાઉ મોટરસાઈકલ સાથે ચાલક વાંકાનેર ટાઉન તરફ આવનાર છે તેવી હકીકત મળતા અમરસર ફાટક પાસે વોચ તપાસમાં હતા તે દરમ્યાન શંકાસ્પદ મોટરસાઇકલ ચાલક નિકળતા તેને કોર્ડન કરી રોકી ઇ-ગુજકોપની મદદથી વાહન સર્ચ કરતા ગુન્હાની કબુલાત આપતા પરવેઝભાઈ હુશેનભાઈ ઉર્ફે ડબલ દેકાવાડીયા ઉવ.૩૯ રહે.વાંકાનેર મુમનાશેરી એસ.કે એન્ટરપ્રાઇઝ વાળી શેરી તા.વાંકાનેર જી.મોરબીવાળાને પકડી પાડી વાંકાનેર સીટી પો.સ્ટે E-FIR નં-20230213844988 તથા એ-પાર્ટ ગુ.ર.નં-૮૭/૨૦૨૩ આઇ.પી.સી કલમ-૩૩૯ મુજબનો ગુન્હો ડીટેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

આ સમાચારને શેર કરો