skip to content

વાદળિયા વાતાવરણ વચ્ચે ગરમીમાં 2 ડિગ્રીનો ઘટાડો, કાલથી વાતાવરણમાં પલટો આવી શકે છે.

પાકિસ્તાનના દક્ષિણ વિસ્તારમાં સક્રિય થયેલાં સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી રવિવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આખો દિવસ વાદળિયું વાતાવરણ છવાયું હતું. જેને કારણે ગરમીનો પારો 1થી 2 ડિગ્રી ગગડ્યો હતો. આગામી બે દિવસો દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો 2થી 3 ડિગ્રી વધવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

જ્યારે 14મી માર્ચથી વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. જેથી રાજ્યના અનેક વિસ્તારમાં પવન ફૂંકાવા સાથે માવઠું થવાની શક્યતા છે.

આ સમાચારને શેર કરો