Placeholder canvas

ગુજરાતના સ્થાપના દિવસે વાંકાનેર ડેપોના બંધ થયેલ રૂટ પુનઃ શરૂ કરાયા

1લી મેં એટલે કે ગુજરાત સ્થાપના દિવસે તેમજ ગુજરાત એસ. ટી. ના સ્થાપના દિવસે વાંકાનેર ડેપોની વધારે સેવા માટે અમદાવાદ એસ. ટી કર્મચારી મહા મંડળના પ્રમુખ જયુભા. ડી. જાડેજા તેમજ ડેપો મેનેજર કવીતાબેન. એમ. ભટ્ટના માર્ગદર્શનથી બસોની શરૂઆત કરવામાં આવેલ છે.

વાંકાનેર ડેપો દ્વાર શરૂ કરવામાં આવેલ નવા તેમજ પુનઃ શરૂ કરેલ રૂટ માં વાંકાનેરના પ્રાંત અધિકારીએ શેરસિયા હાજર રહી જયુભા જાડેજા સાથે પ્રસ્થાન કરાવેલ જેમાં આ પ્રસંગને અનુરૂપ વાંકાનેર ડેપોના એ. ટી. એસ. ભરતસિંહ જાડેજા, એ. ટી. આઈ મહેબુબભાઈ લાહેજી, નિવૃત ડેપો મેનેજર એન. પી. જાડેજા, ડિરેક્ટર જયદેવસિંહ જાડેજા (જે. જે.), કેશિયર જે. બી. ઝાલા, ફ્યુલ ક્લાર્ક જનકસિંહ ઝાલા,જયદેવસિંહ ઝાલા, અશોક થુલેટીયા, રાજભા પરમાર, હમિદ કાદરી, તેમજ બહોળી સંખ્યામાં કર્મચારીઓએ હાજરી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં ગાડીઓને ફૂલોથી સણગારી, મીઠાઈ વેહચી શરૂઆત કરાવેલ હતી.

શરૂ કરેલ રૂટ અને તેનો સમય:- સવારે ૧૦:૦૦ કલાકે વાંકાનેર – નલિયા, ૧૧:૫૫ કલાકે વાંકાનેર – બગદાણા, ૧૯:૦૦ કલાકે વાંકાનેર – મંડોર, મોરબી થી સુરેન્દ્રનગર, મોરબી જુના હાઉસિંગ થી રાજકોટ, રાજકોટ થી જુના હાઉસિંગ ના રૂટ શરૂ કરવામાં આવેલ છે વાંકાનેર થી શરૂ કરેલ રૂટમાં તમામ જાહેર જનતા ને મુસાફરી કરવા માટે અપીલ કરવામાં આવે છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/BDeowoFVfbkELssypF4KFt

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો