Placeholder canvas

ડુપ્લિકેટ કપાસના બિયારણે બજારમાં ધુમ મચાવી…!!

વિઠલ તિડી, પુષ્પા-જુકેગા નહી, ફોરજી, ફાઈવજી, સુલતાન, એપલ સહિતના કપાસિયાનો વેપલો થઈ રહો છે તેની સામે મોરબી જીલ્લા ચેકિંગ સ્કોડની બે ટીમને કાઈ હાથમાં આવતું નથી? અનેક સવાલો કે ખેડૂતો માટે કોણ?

જગતનો તાત,અન્નનો માલિક, ધરતીપુત્ર, ખેડુ સહિત અનેક હુલામણા નામથી ઓળખવામાં આવતા ખેતીમાં કુદરતી ક્રુપા અને કાંડાના બળે કણ માથી મણ કરી જીવમાત્રના પેટની જઠરાગ્નિ ઠારતા ખેડુતો દશે દિશામાંથી ડામ ખાઈ એ નવી વાત નથી પણ પુરતા પૈસા ખર્ચી ડુપ્લિકેટ ખાતર, દવા અને બિયારણ જ્યારે ખેડુતનુ આખું વરહ વેળફી નાખે છે ત્યારે એની સ્થિતિ અંગે વિચારણા પણ કંપારી છોડાવી નાખે છે.

ગુજરાતનુ સફેદ સોનું તરીકે ઓળખાતા કપાસના બિજનો કાળો કારોબાર હાલ ફુલેફાલે ખિલયો હોય એમ મોરબી જિલ્લામાં ફોરજી, ફાઈવજી થકી ગુલાબી ઈયળ સામે ફાયદાના વાયદા કરી ભોળા અને સીધા-સાદા ખેડુતોને હાલે બજારમાં લોક મુખે ચડેલા વિઠલ તિડી, પુષ્પા-જુકેગા નહી, સુલતાન, એપલ જેવા આકર્ષક લાગે એવા નામ રાખી કોઈપણ જાતની પરવાનગી કે બિલ ચિઠ્ઠી વગર ઓરીજનલ થી ડબલ ગણી કિંમત વસુલી આ બિયારણનો વેપલો ધુમ મચાવી રહો છે. ખેડૂતો પણ કપાસમાં આવતી ગુલાબી ઈયળના ત્રાસથી કંટાળી ગયા છે. જેનો સિધ્ધો ફાયદો આવા ઠગો લોભામણી લાલચ આપી આંબા આબલી દેખાડી ખેડૂતોને છેતરી રહ્યા છે. ધણા ખરા લુચ્ચાઓ તો કપાસીયાને લાલ જાબલી કલર મા ઝબોડી કલરીગ કોથળીમા ભરી બજારમાં ધાબેડી રહા છે. અને ખેડૂતો પણ હોશે હોશે ખરીદી પણ કરી રહા છે.

આ બધી બાબતો વચ્ચે મહત્વની વાત એ છે કે મોરબી જીલ્લાની કવોલિટી ચેક ઈન્સ્પેક્ટર ટિમ એટલે કે ખાતર, બિયારણ, દવા સહિતની અન્ય પ્રોડક વિતરણ વ્યવસ્થા ચકાસણી કરતી શાખા ઓણની સાલે આજ દીન સુધી એક પણ ડુપ્લિકેટ કે માન્યતા વગરની કપાસિયાની થેલી પકડી શકી નથી. નવાઈ લાગી હજી સાંભળો આ અંગે જીલ્લાના ચેકીંગ હેડ નાયબ ખેતી નિયામક કે.જી.પરસાણીયા સાથે ટેલિફોન સંપર્ક કર્યો તો જાણવા મળ્યું કે મહેકમની ભારે માથાફોડ છે. જીલ્લા આખા માટે માત્ર બે ટીમો બનાવી છે એમા પણ બે જ કર્મચારીઓનો સ્ટાફ ચેકીંગ કરી રહા છે. અને આજની આખર તારીખ હુધી ડુપ્લિકેટ કે માન્યતા વગરનું કોઈ બિજ હજુ સુધી પકડાયુ તો નથી પણ ધ્યાનમાં પણ આવ્યું નથી. છે ને પણ હવે આમા કાળા કારોબાર બેરોકટોક રીતે ચાલે એમા કોઈના કાઈ શંકા કે શક રહે છે?

જો રહેતો હોય તો સાંભળો અમે જાતે ટંકારા તાલુકાના અનેક ગામોમાં જુદા જુદા ખેડૂતોને મળ્યાં બિજ ખરીદી અને આવા બિયારણ વિશે પડતાલ કરી તો જાણીને નવાઈ લાગી કે આ ડુપ્લિકેટ અને માન્યતા વગરના બિયારણ ખરીદી માટે અત્યારે પડાપડી બોલે છે. બોલર્ગાડ બિટી બજારમાં પાકા બિલ જીએસટી વાળા સાથે ૮૦૦ મા મળે છે અને આ ફોરજી ફાઈવજી ૧૨૦૦ થી ૧૫૦૦ સીધી કોથળી વેચાણ થાય છે. કારણ તો ભારે અચરજ પમાડે તેવુ હતુ આજુ બાજુના ખેડૂતો દ્વારા આ બિયારણ વાવેતર કરવાના છે અને ગઈ સાલ વાવેતર કરુ હતુ તે મબલક પાક થયો હતો ના બમગોળા હાંકી ખેડૂતોને માલ ધાબડી રહા છે. અમે ગત વર્ષે માન્યતા વગરનુ ફોર જી વાવેતર કરનાર ટંકારા શહેરના ખેડૂત પાસે ગયા અને પુછા કરી કે શુ ફાયદો થયો ત્યારે ખબર પડી કે આતો ખાલી હંબક છે કે ગુલાબી ઈયળ નહી આવે મારે ચાર વિધામા કપાસ હતો અને બધામાં ઈયળ આવી નુ જણાવ્યું હતું.

ત્યારે અહીં અનેક સવાલો એ ઉભા થયા છે કે ખેડૂતોની સાથે કોણ કરે છે છેતરપિંડી? શું શોપ ધારકો પણ ખેડૂતોને બોગસ બિયારણ વેચી રહ્યા છે? નકલી બિયારણ વેચીને ખેડૂતો સાથે અન્યાય કરનારા માસ્ટર માઇન્ડ કોણ? બિયારણમાં થઈ રહેલી છેતરપિંડીની કોણ અને કેદી કરશે તપાસ? માન્યતા વગરની બિયારણ બનાવતી કંપનીઓ કેમ બેફામ બની રહી છે? શું આ કંપનીઓ પર નથી કોઈનો અંકુશ? બિયારણની ચકાસણીમાં કૃષિવિભાગ શું નિષ્ક્રિય છે? શું કૃષિવિભાગના અધિકારીઓ બિયારણની ચકાસણી કરે છે ખરા? ખેડૂતોના આવા દુશ્મનોને કોણ કરશે સીધા? જે રીતે પોલીસ ગુના ખોરી માટે ખબરી રાખી દારૂ જુગાર જેવી બંદી દુર કરી શકે છે તો ચેકીંગ વિભાગ ખેડૂતોથી દુરી રાખી આવા લેભાગુ ને શા માટે બચાવે છે ? શુ આવા બે રોકટોક કારોબાર માટે થાય છે ટેબલ નિચેનો વહીવટ? આવા અનેક પ્રશ્નો ઉભા થયા છે જેનો જવાબ સરકાર કે એનુ તંત્ર જ આપી શકે છે.

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો