વાતાવરણ પલટો: અંબાજી અને કચ્છના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ થતા ઠંડીનું પ્રમાણ વધ્યું
આજે વહેલી સવારથી અંબાજી અને આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો.
અંબાજી : સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થતાં આજે વહેલી સવારે અંબાજી પંથક સહીત આસપાસના વિસતારોમાં હળવો વરસાદ પડ્યો હતો. આ સાથે કચ્છનાં પણ કેટલાક વિસ્તારોમાં પણ અનેક જગ્યાએ હળવો વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠા અને કચ્છનાં કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. જેના કારણે ઠંડીમાં પણ આંશિક ઘટાડો થઇ શકે છે. અંબાજી પંથકમાં વરસાદી માહોલ સર્જાતા ગુજરાતના ખેડૂતોમાં ચિંતાનાં વાદળો છવાયા છે.
ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષા અને ઠંડા પવનની અસરથી તાપમાનનો પારો ગગડતાં લોકોએ મંગળવાર રાતથી બુધવાર વહેલી સવાર સુધી ઠંડીનો અનુભવ કર્યો હતો.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતી કાલે રાજકોટમાં પારો 11ની નજીક પહોંચશે. બીજી તરફ રાજસ્થાન પર લો પ્રેશર સર્જાયું છે.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/KkbHkmhx1702zMH4BdtXkO
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…