Placeholder canvas

અમરેલીમાં હાહાકાર મચાવનાર માનવભક્ષી દીપડો બગસરાની ગૌશાળામાં ઠાર

માનવભક્ષી દીપડાને પકડવા 8 જેટલા શાર્પ શૂટર સાથે 200 લોકોની ટીમ કામે લાગી હતી, ઠાર મરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો

અમરેલી: જીલ્લાના બગસરામાં હાહાકાર મચાવનાર માનવભક્ષી દીપડાને પકડવા વનવિભાગની 200 લોકોની ટીમ કામે લાગી હતી. ત્યારે આ દીપડો આખરે ઠાર મરાયો છે. દીપડો ઠાર મરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ ગીર પંથકના પાંચ તાલુકા અને ચાર જિલ્લા હજુ પણ દીપડાના આતંકથી થથરી રહ્યા છે.

દીપડાના આતંકના કારણે ત્રણ દિવસ પહેલાં વિસાવદના કૉંગ્રેસી ધારાસભ્ય હર્ષદ રીબડિયા બાર નંબરનો જોટો લઈ નીકળ્યા હતા અને વનવિભાગ ઠાર ન મારે તો જાતે મારી નાંખશે તેવી ચેતવણી આપી હતી. અમરેલીના કલેક્ટર આયુષ ઓકે દીપડો ઠાર મરાવાના ઑપરેશનની માહિતી એક પત્રકાર પરિષદ યોજીને આપી હતી.

આ દીપડો બગસરા નજીકના ગામની ગૌશાળામાં મારણ કરવા આવ્યો ત્યારે તેને ઠાર મારી દેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સવારે પણ દીપડાએ આ ગૌ શાળામાં મારણનો પ્રયાસ કર્યો હતો.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/KkbHkmhx1702zMH4BdtXkO

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો