Placeholder canvas

નાગરિકતા ખરડો મંજુર કરાયા બાદ આસામ-ત્રિપુરા ભડકે બળે છે.

સંસદમાં નાગરિકતા ખરડો મંજુર કરાયા બાદ આસામમાં ભડકી ઉઠેલી હિંસાને કાબુમાં લેવા કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં તેનાત લશ્કરી દળોની 20 ટુકડીઓને તાત્કાલીક આસામ એર ડ્રોપ કરવા આદેશ આપ્યો છે. આ ઉપરાંત દેશના અન્ય ભાગોમાંથી ટ્રેન મારફત સુરક્ષા દળોને દિમાપુર ખાતે મોકલવાની સૂચના અપાઈ છે. ગઈકાલે રાત્રીના રાજયસભામાં આ ખરડો મંજુર થયા બાદ ગૃહમંત્રી અમિત શાહે તુર્ત જ તેમની ઓફીસમાં આસામ સહિતના રાજયોની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી અને રાત્રીના જ ઓર્ડર છોડયા છે. ઉપરાંત મણીપુરમાં જે સીઆરપીએફ સાત ટુકડીઓ છે તેને પણ આસામ ભણી રવાના કરવાની સૂચના આપી હતી.

આ ઉપરાંત આર્મીની ત્રણ કોલમને પણ આસામમાં સ્ટેન્ડ ટુ રહેવા આદેશ છે.
ઓલ આસામ સ્ટુડન્ટ યુનીયન અને નોર્થ ઈસ્ટ સ્ટુડન્ટ ઓર્ગેનાઈઝેશનને આસામમાં નાગરિકતા ખરડાના અમલ નહી કરવા દેવા જાહેરાત કરી છે. આ ઉપરાંત ગુવાહાટીમાં લશ્કર બોલાવાયુ છે અને જાહેરમાં અનેક ક્ષેત્રોમાં કર્ફયુ લાદી દેવાયો છે. ત્રિપુરામાં આસામ રાઈફલના જવાનોને તૈનાત કરી દેવાયા છે. બન્ને રાજયોના લાખો લશ્કરી કર્મચારીઓ પણ હવે આંદોલનમાં જોડાય તો સ્થિતિ ભડકશે. ગુવાહાટી-અગરતલામાં સ્થિતિ અત્યંત ખરાબ છે. ગુવાહાટીના અનેક ક્ષેત્રોમાં અચોકકસ મુદતનો કર્ફયુ લાદી દેવાયો છે. મુખ્યમંત્રી સર્બાનંદ સોનેયાના નિવાસ પર પથ્થરમારો થયો છે.

નાગરીકતા ખરડાના વિરોધમાં આસામ-ત્રિપુરામાં ભડકી ઉઠેલી હિંસા અંગે ચિંતા વ્યકત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ટવીટ કરી આસામ-ત્રિપુરાના લોકોને તેમના કોઈ અધિકાર છીનવાતા નથી તેની ખાતરી આપી હતી.

આજે સવારે મોદીએ ટવીટમાં જણાવ્યું કે હું મારા આસામી ભાઈ બહેનોને ખાતરી આપવા માગું છું કે તેઓએ કઈ ચિંતા કરવા જેવું આ બિલમાં નથી. હું ખાતરી આપું છું કે કોઈપણ તમારા એક પણ અધિકારને છીનવી લેશે નહી. તમારી અનોખી ઓળખ તથા સંસ્કૃતિને પણ આંચ આવશે નહી. ગઈકાલે ખરડા સમયે મોદી સંસદભવનમાં તેમના રૂમમાં જ બેઠા બેઠા કાર્યવાહી નિહાળતા હતા. તેઓની સામે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવલ પણ આસામની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા હતા.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/KkbHkmhx1702zMH4BdtXkO

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો