Placeholder canvas

ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનુ પરિણામ જૂનમાં

માર્ચ મહિનામાં યોજાયેલી ગુજરાત માધ્યમિક માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના પરિણામ જૂન મહિનામાં જાહેર થઈ શકે છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ એવું કહેવામાં આવી રહ્યું હતું કે, મે મહિનાના ચોથા સપ્તાહમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવી શકે છે, જ્યારે ધોરણ 10નું પરિણામ પણ મે મહિનાના ચોથા સપ્તાહમાં જાહેર થઈ શકે છે.

જોકે, હવે આ મામલે નવું અપડેટ આવ્યું છે. ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહના પરિણામના જૂનના પ્રથમ અઠવાડિયામાં જાહેર થવાની શક્યતા છે. હાલ વિદ્યાર્થીઓના માર્ક્સની ડેટા એન્ટ્રીનું કામ ચાલી રહ્યું છે. મે મહિનાના અંત સુધીમાં ડેટા એન્ટ્રી અને માર્કશીટ તૈયાર થઈ જશે. આ તમામ પરિણામો ગુજરાત બોર્ડની વેબસાઈટ gseb.org પર જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં આવશે.

આ સમાચારને શેર કરો