Placeholder canvas

કેન્સર થવાના કારણો અને કેન્સરને રોકવા શુ કરવું ? જાણો.

ઘણીવાર લોકોને કેન્સરના લક્ષણો વિશે જાણ નથી હોતી, જેના કારણે સમયસર કેન્સરની સારવાર નથી. જલ્દી સારવાર ન થવાના કારણે કેન્સરનું પ્રમાણ શરીરમાં વધી જાય છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્સરનાં દર્દીઓની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચનાં જણાવ્યાનુસાર, 2020થી 2025 વચ્ચે કેન્સરના દર્દીઓની સંખ્યામાં 12.5 ટકાનો વધારો નોંધાયો છે. રિપોર્ટ અનુસાર 9માંથી 1 ભારતીય પર કેન્સર થવાનું જોખમ છે. કેન્સરના દર્દીઓની વધતી સંખ્યાને જોતા હેલ્થ એક્સપર્ટ્સ પણ ચિંતિત છે. આખરે કેન્સરનું પ્રમાણ કેમ વધી રહ્યું છે? કેન્સરને રોકવા કેવા પગલા લઈ શકાય? ચાલો જાણીએ.

કેન્સર માટે જવાબદાર કારણો
કેન્સર વધવા પાછળ મુખ્યત્વે આ પાંચ કારણો જવાબદાર છે. જેમાં શામેલ છે
1 – વધતી ઉંમર
2 – જીવનશૈલીમાં બદલાવ
3 – વ્યાયામ ન કરવો
4 – પૌષ્ટિક આહારનું સેવન ન કરવાથી પણ કેન્સર થવાની સંભાવના છે.

જોવા મળતા વિવિધ કેન્સર પૈકી ફેફસાં અને મોઢાના કેન્સરની સંખ્યા વધારે છે. કેન્સરના લક્ષણો વિશે સંપૂર્ણ જાણકારી ન હોવાને કારણે ઘણી વખત લોકોને સમયસર સારવાર નથી મળતી. પરિણામે શરીરમાં કેન્સર ફેલાય છે. એટલા માટે લોકોને કેન્સર વિશે જાગૃત કરવા ખૂબ જ જરૂરી છે.

રિપોર્ટ શું કહે છે
ICMR-નેશનલ સેન્ટર ફોર ડિસીઝ ઇન્ફોર્મેટિક્સ એન્ડ રિસર્ચ (NCDIR), બેંગલુરુ અનુસાર, 2025 સુધીમાં તમામ પ્રકારના કેન્સરના કેસોમાં 27.7 ટકાનો વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય 0-14 વર્ષની વયના બાળકોમાં મોટાભાગે લિમ્ફોઇડ લ્યુકેમિયા નામનાં રક્તસંબંધી કેન્સર થવાની સંભાવના દર્શાવવામાં આવી છે. વર્ષ 2025 સુધીમાં પુરુષો અને સ્ત્રીઓમાં ફેફસાનાં કેન્સરની સંભાવના 81,219 અને સ્તન કેન્સરની સંખ્યા 2,32,832 થવાની ધારણા છે. એટલા માટે કેન્સર વિશે જાગૃતિ કેળવવી ખૂબ જ જરૂરી છે.

એક્સપર્ટ્સ શું કહે છે
કૅન્સર પાછળ કેટલાક કારણો છે, જે દેખાતાની સાથે જ તરત ડૉક્ટરનો સંપર્ક કરો.

1- વૃદ્ધાવસ્થા
2- કૌટુંબિક ઇતિહાસ
3- જિનેટિક્સ
4- સ્થૂળતા
5- તમાકુનું સેવન
6- દારૂ
7- વાયરલ ચેપ જેમ કે માનવ પેપિલોમાવાયરસ (એચપીવી)
8- રસાયણો, પ્રદૂષણ, સૂર્યના યુવી કિરણો
9- ખરાબ આહાર
10-શારીરિક પ્રવૃત્તિ ન કરવી
11- કેટલાક હોર્મોન્સ અને બેક્ટેરિયા કેન્સરનું કારણ બની શકે છે.

કેન્સરથી જીવન કેવી રીતે બચાવવું
કેન્સરથી બચવા માટે તમારે આ ટિપ્સ અપનાવવાની જરૂર છે:
1- તમાકુ અને દારૂનું સેવન ન કરવું જોઈએ
2- સંતુલિત આહાર લો
3- દરરોજ કસરત કરવી જોઈએ
4- સૂર્યના યુવી કિરણોથી પોતાને બચાવો
5- હેપેટાઈટિસ બી, માનવ પેપિલોમાવાયરસ (એચપીવી) માટે રસી મેળવો
6- નિયમિત તપાસ માટે જાઓ
7- પ્રદૂષણનું જોખમ ઘટાડવું
8- જો તમારા પરિવારમાં કોઈને કેન્સર થયું હોય તો નાની ઉંમરમાં જ તેની તપાસ કરાવો.

કેન્સરના વિવિધ પ્રકારો

સ્તન નો રોગ

સ્તન કેન્સર

હેડ_અને_નેક_કેન્સર

માથા અને ગરદનના કેન્સર

મૌખિક_કેન્સર

ઓરલ કેન્સર

સર્વાઇકલ_કેન્સર

સર્વિકલ કેન્સર

ફેફસાનું કેન્સર

બ્લડ કેન્સર

કોલોરેકટલ કેન્સર

પેટનું કેન્સર

અંડાશયના કેન્સર

લીવર કેન્સર

પ્રોસ્ટેટ કેન્સર

મગજનું કેન્સર

સ્વાદુપીન કેન્સર

ત્વચા કેન્સર

કેન્સરના હિસ્ટ્રોલોજીકલ પ્રકારો

કેન્સરના તબકાઓ

કેન્સરના ગ્રેડ

નોંધ:- કેન્સરના પ્રકાર લક્ષણો અને શુ સાવચેતી રાખવી આ તમામ બાબતોને આવરી લઈને જો આર્ટીકલ લખવા બેસીએ તો ખૂબ લાંબો થઈ જાય એ માટે ઉપર આપેલા તમામ પ્રકારોના લક્ષણો તે માટેની જરૂરી સાવચેતી વિગેરે માહિતી હવે પછી ના આર્ટિકલમાં આપીશું…. કેમ કે જો આ માહિતી બધી જ અહીં આપીશું તો ખૂબ આર્ટીકલ મોટો થઈ જશે માટે આ કેન્સરના રોગ વિશેની માહિતી હપ્તાવાર આપીશું અને તે ખૂબ લાંબી ચાલશે એવું આમારું માનવું છે… તો હવે પછીથી નિયમિત વાંચતા રહેજો… કપ્તાન

કપ્તાણના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લીંક…

https://chat.whatsapp.com/BIVFVpcFmFdHpSthQm4CAq

તમારા મોબાઈલમાં 9879930003 આ નંબર કપ્તાનના નામે સેવ કરી લેજો… જો એવું નહીં કરો તો સમાચાર ખુલશે નહીં જેમની નોંધ લેશો…

આ સમાચારને શેર કરો