Placeholder canvas

વાંકાનેર: સીટી પી.આઇ. છાસીયાએ ફરીયાદ દાખલ ન કરતા ડી.એસ.પી.ને રજુઆત

વાંકાનેરના મોટા ભોજપરા ગામની દિકરીને ભગાડી જઇ પોલીસમાં બનાવટી મેરેજ સર્ટિફિકેટ રજુ કરનાર આરોપી સામે ગુનો નોંધવા પોલીસનો નનૈયો, બાબતે મોરબી ડીએસપી અને વાંકાનેર મામલતદારને લેખિતમાં રજૂઆત કરાઇ…..

વાંકાનેર તાલુકાના મોટા ભોજપરા ગામની દિકરીને થોડા સમય અગાઉ મોરબીના મકનસર ગામનો પ્રકાશકુમાર મકવાણા નામનો શખ્સ ભગાડી ગયો હતો, જે બનાવના બાદ એક મહિના બાદ બંને ફરાર યુવક-યુવતી વાંકાનેર સીટી પોલીસ સમક્ષ હાજર થઈ અને પોતે લગ્ન કર્યા હોવાનું જણવી અંકલેશ્વરના ભડકોદરા ગ્રામ પંચાયતના મેરેજ સર્ટિફિકેટ સહિતના પુરાવાઓ રજૂ કર્યા હતા….

આ બનાવમાં રજૂ કરવામાં આવેલ પુરાવા ખોટા હોવાની શંકાના આધારે દિકરીના પિતા હુશેનભાઇ કડીવાર દ્વારા બાબતે ભડકોદરા ગામ ખાતે જઇ તપાસ કરતાં ગ્રામ પંચાયત દ્વારા આવી કોઈ લગ્ન નોંધણી કરેલ ન હોવાનું જણાવી અને બાબતે રેકોર્ડ તપાસી લેખિતમાં આ લગ્ન નોંધણી સર્ટીફીકેટ ખોટું હોવાનું જાહેર કર્યું હતું, જેના આધારે અરજદાર હુશેનભાઈ દ્વારા વાંકાનેર સીટી પોલીસમાં આરોપી સામે છેતરપિંડી કરી ખોટા સરકારી પુરાવાઓ બનાવી તેને રજૂ કરવા બદલ ગુનો નોંધવા અરજી કરતાં, વાંકાનેર સીટી પોલીસ દ્વારા અરજી ન સ્વિકારી અને આ અરજી મોરબી ડીએસપીને કરવા જણાવ્યું હતું….

જે બાદ અરજદાર દ્વારા ગત તા. ૧૫/૦૨ ના રોજ તમામ દાર્શનિક પુરાવાઓ સાથે મોરબી ડીએસપીને લેખિતમાં આરોપી સામે ગુનો નોંધવા અરજી કરેલ, જેના આધારે તપાસમાં પણ બાબત ખરી હોવાનું સામે આવ્યું હતું, જેને એક મહિના કરતાં વધુ સમય પછી પણ વાંકાનેર સીટી પોલીસ દ્વારા ગુનેગાર સામે ફરિયાદ નોંધવામાં આવી નથી….

બાબતે અરજદારે કરેલ અરજીના એક મહિના કરતાં પણ વધુ સમય બાદ પણ વાંકાનેર સીટી પોલીસ આરોપી સામે ગુનો નોંધવા આનાકાની કરી રહી હોવાના દાવા સાથે અરજદાર દ્વારા આ બાબતે મોરબી ડીએસપી અને વાંકાનેર મામલતદારને લેખિતમાં રજૂઆત કરી સરકારી ડોક્યુમેન્ટમાં ગંભીર ચેડા તથા ખોટા પુરવા રજૂ કરનાર આરોપી સામે ગુનો નોંધવા માંગ કરવામાં આવી છે….

આ સમાચારને શેર કરો