Placeholder canvas

રાજુલા નજીક 108ની ટીમે મહિલાની ઇમરજન્સીમાં છકડો રિક્ષામાં પ્રસૂતિ કરાવી

રાજુલાના ખારા ગામે એક મહિલાને છકડો રીક્ષામાં હોસ્પિટલે લઇ જતા હતા જેને લેવા માટે 108 પહોંચતા મહિલાને પ્રસુતિની પીડા ઉપડી હોવાથી અને હોસ્પિટલ સુધી જઈ શકાય તેમ ન હોવાથી ટીમે રિક્ષામાં જ ડિલિવરી કરવી હતી અને બાદમાં સલામત રીતે હોસ્પિટલ લઇ જવાયા હતા.

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વિક્ટર ચોકડી 108ની ટીમને વહેલી સવારે 08:01 કલાકે એક રાજુલા તાલુકાના ખેરા ગામનો કેસ મળ્યો હતો. કેસ મળતાની સાથેજ વિક્ટર ચોકડીની 108ની ટીમ તુરંત સ્થળ પર પોહોચી અને તપાસ કરતા જાણવા મળ્યું કે એક સગર્ભા મહિલા છે જે ને છકડો રિક્ષા દ્વાર દવાખાને લઈ જવામાં આવે છે ત્યારે 108ની ટીમ સ્થળ પર પહોંચી હતી અને જોયુ કે એક સગર્ભા મહિલાને છકડો રિક્ષામાં લઈને આવે છે જેથી તે સગર્ભાને 108 એમ્બ્યુલન્સ મારફતે દવાખાને ખસેડવામાં આવે, પરંતુ તે સગર્ભા મહિલાને છકડો રિક્ષામાં જ પ્રસુતિની પ્રસવ પીડા ઉપડતાં જાણવા મળ્યું કે તે સગર્ભાને તાત્કાલિક પ્રસૂતિ કરાવવી પડે એમ છે જેથી છકડો રીક્ષા માંજ પ્રસુતિ કરવાની ફરજ પડી હતી.

વિક્ટર 108ની ટીમના ઇ.એમ.ટી. શાક઼િમાંહમદ ગાણ અને પાયલોટ ચિંતન વે એમ 108 ની ટીમની સૂજબુજ અને સમયસૂચતાથી મહિલાની સામાન્ય તપાસ કરી તેના વાઇટલ અને ઑક્સિજન ચેક કરી છકડો રીક્ષા માંજ સફળતા પૂર્વક સવારે 08:30 કલાકે ડિલિવરી કરાવવામાં આવી હતી તેમજ ઉપરી ફીઝિશિયન ડોક્ટર સાથે વાતચીત કરી તેમની સલાહ સૂચના મુજબ જરૂરી દવાઓ અને જરૂરી સારવાર આપી પ્રસૂતિ કરાવવામાં સફળતા મળી હતી.

ડિલિવરી બાદ તપાસ કરતા માતા અને બાળકના દરેક વાઇટલ પેરામીટર, ઓક્સિજન તેમજ અપગર જેવી દરેક તપાસ કરી અને બાળક સારી રીતે રડતું હતું. પરંતુ માતાને ચક્કર આવતાં હતાં અને પેટમાં દુઃખાવો જેવી તકલીફ જણાય રહી હતી જેથી ઉપરી ડોક્ટરની સલાહ મુજબ જરૂરી ઇન્જેકશન અને સારવાર ચાલુ કરવામાં આવ્યા જેથી માતા અને બાળક બંને સ્વસ્થ હતા. ડિલિવરી બાદ તેમને હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી હતું જેથી તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે મહુવા સરકારી હોસ્પિટલ ખાતે સલામતી પૂર્વક દાખલ કરવામાં આવ્યા હતા.

આ સમાચારને શેર કરો