Placeholder canvas

તા.11-12 માર્ચના રોજ ચોટીલા ખાતે ‘ચોટીલા ઉત્સવ-2022-23’ કાર્યક્રમ યોજાશે

ચોટીલા : રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર, સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે આગામી તા.11-12 માર્ચના રોજ ચોટીલા ખાતે ચોટીલા ઉત્સવ -2022-23નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના સુચારું આયોજન માટે નિવાસી અધિક કલેક્ટરસુ દર્શના ભગલાણીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં સમીક્ષા બેઠક મળી હતી.

આ બેઠકમાં વિવિધ વિભાગોની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તેમજ વિવિધ વિભાગના અધિકારીઓને કાર્યક્રમ સંદર્ભે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરસુશ્રી દર્શના ભગલાણીએ સંબંધિત અધિકારીઓને વિવિધ કામગીરી સોંપી તેની યોગ્ય અમલવારી થાય તે માટે જરૂરી સૂચનો પણ કર્યા હતા.

આ કાર્યક્રમમાં આમંત્રણ પત્રિકા, મંડપ, સ્ટોલ, બુકે, સાધન સામગ્રી, એલ.ઇ.ડી. સ્ક્રીન, સ્વાગત, દિપ પ્રાગટ્ય, કાયદો અને વ્યવસ્થા, વીજપુરવઠો, સાંસ્કૃતિક કાર્યક્રમ, પાણી, પ્રચાર પ્રસાર સહિતની વ્યવસ્થાઓ વિશે નિવાસી અધિક કલેકટરએ ઉપસ્થિત અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ બેઠકમાં ચોટીલા પ્રાંત અધિકારી પ્રિયાંક ગળચર, જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી બી.જી.ગોહિલ, સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચારને શેર કરો