Placeholder canvas

સાયલા નજીક કાર અને ટ્રકનાં અકસ્માતમાં પાંચ લોકો ઘાયલ

સાયલાથી 3 કિ.મી. દૂર દ્વારકા જતા પરિવારની કારના ચાલકે સ્ટેયરીંગ કાબુ ગુમાવતા આગળ જતા ટ્રક સાથે અકસ્માત થતા કારમાં રહેલા 5 વ્યકિત ઇજાગ્રસ્ત થયા હતા. આ બાબતે સાયલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તારાપુરથી દ્વારકા જતા બરીયા પરિવારના કારને સાયલાથી 3 કિ.મી. દૂર કારના ચાલકે સ્ટેયરીંગ કાબુ ગુમાવતા આગળ જતા ટ્રક પાછળ અકસ્માત સર્જાયો હતો.

જેમાં પ્રવિણભાઇ રઘુભાઇ બોરીયા, મેહુલભાઇ કલાભાઇ બોરીયા, ભાભાભાઇ મફતભાઇ બોરીયા, પ્રણવભાલ મફાભાઇ ભરવાડ તેમજ અજયભાઇ નનુભાઇ ભરવાડને શરીરના ભાગે ઇજા થતા સાયલા દવાખાને લઇ જવામાં આવ્યા હતા અને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર મોકલવામાં આવ્યા હતા.

આ સમાચારને શેર કરો