Placeholder canvas

સાયલાના ધાંધલપુર ગામે યુવકનું અપહરણ કરી અને સીમમાં લઈ જઈ ઢોર માર માર્યો

સાયલાના ધાંધલપુર ગામે મોડી સાંજે યુવકને મોટર સાયકલ ઉપર ત્રણ શખ્સો દ્વારા બેસાડી લઈ અને ત્યારબાદ ધાંધલપુર ગામની સીમમાં લઈ જઈ અને બોથડ પદાર્થ અને ધોકા પાઇપ વડે ઢોર માર મારવામાં આવ્યો છે અને યુવકને કાર સાથે બાંધી ઢસેડવામાં આવતા યુવકને ગંભીર ઇજાઓ પહોંચવા પામી છે

ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે ઘટનાની જાણ બાદ પોલીસ તપાસ પણ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ધાંધલપુર ગામની સીમમાં મોડી સાંજે માનસિંગ નામનો યુવક પાનના ગલ્લે માવો લેવા ગયો હતો ત્યારે ગલ્લે બેઠેલા ત્રણ શખ્સો નશાની હાલતમાં હતા ત્યારે માનસિંગ નામના યુવકને અભદ્ર ભાષામાં અપ શબ્દો કઈ અને યુવકે ગાળો બોલવાની ના પાડતા અને અપ શબ્દો બોલવાની ના પાડતા નશાની હાલતમાં બેઠેલા ત્રણેય યુવકો ટકરાઇ ગયા હતા.

અને યુવકને વધુ ઉગ્રતાભેર અપ શબ્દ બોલવા લાગ્યા હતા. ત્યારે માનસિંગ નામના યુવકે પાનના ગલ્લે થી જે કાંઈ વસ્તુ ત્રણેય શખ્સો ને જે કઈ વસ્તુ લેવી હોય તે લઈ લે પરંતુ અપશબ્દ ન બોલે તેવું જણાવ્યું હતું.ત્યારે આ મામલે બેઠેલા 3 શખ્સો અચાનક ઉગ્રતા દર્શાવ અને ત્યાર બાદ મોટર સાઇકલ પર યુવક ને બેસાડી લઈ અને ધંધાલપુર ગામ ની સિમ માં લઇ ગયા હતા. ત્યારબાદ માનસિંગ નામના યુવક ઉપર બોર્થડ પદાર્થ હુમલો કરવામાં આવ્યો હતો અને માનસિંગ નામના યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા બાદ કાર સાથે બાંધી અને તેને ઢસડવામાં આવ્યો હતો

આ ઇજાગ્રસ્ત યુવક માનસિંગ ને સૌ પ્રથમ વખત પરિવારજનો દ્વારા વાડી વિસ્તારની સીમમાંથી એમ્બ્યુલન્સ મારફતે સાયલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો પરંતુ ત્યાંની ડોકટરી ટીમ દ્વારા રાજકોટ સારવાર લેવાની સલાહ આપવામાં આવતા માનસિંગ ને હાલની પરિસ્થિતિ મુજબ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે માથાના ભાગે અંદાજિત 15 જેટલા ટાંકા આવ્યા છે અને હાથના ભાગે ફેક્ચર પણ આવ્યું છે.

આ સમાચારને શેર કરો