Placeholder canvas

ચોટીલા: ભાજપનાં આગેવાન ઝીણાભાઇ દેરવાડીયાનાં રહસ્યમય મોતનો ભેદ ખુલ્યો

સુરેન્દ્રનગરના કોળી સમાજના આગેવાન અને વિધાનસભાની ચૂંટણી લડેલા જીણાભાઈનું રહસ્યમય મોત નિપજીયું છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના કોળી સમાજના આગેવાન અને ચોટીલામાં સ્થાનિક ભાજપના આગેવાનનું રહસ્યમય મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.

મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગરના ચોટીલાના સ્થાનિક રહેવાસી અને કોળી સમાજના આગેવાન અને ભાજપના વિધાનસભાના ઉમેદવાર રહી ચૂકેલા જીણાભાઈ ડેરવાડિયાનું રહસ્યમય રીતે મોત નિપજીયું હતું.ત્યારે ગાંધીનગર ખાતે મોત નિપજીયું હોવાનું સૂત્રો પાસે થી જાણવા મળી રહ્યું હતું.તેવા આ સંજોગોમાં તેમનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોય તેવી ચર્ચા એ જોર પકડાયું હતું.

પરંતુ આ મામલે પોલીસ તપાસ કરવામાં આવતા તેમની જે સ્થળે થી ડેડબોડી મળી હતી તે હોટલ ના રૂમની આજુબાજુની જગ્યાઓમાંથી એક સુસાઈડ નોટ પણ મળી છે. ત્યારે આ સુસાઇડ નોટના આધારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ મામલે પોલીસ તપાસનો દોર શરૂ કરવામાં આવતા આજે સવારે પોલીસ દ્વારા વધુ ખુલાસાઓ કરવામાં આવ્યા છે જેમાં ઝીણાભાઈ પોતે ઉઘરાણી માટે ગાંધીનગર ગયા હતા અને ત્યાંથી શામજી નામના યુવકને મળ્યા હતા થોડા સમય પહેલાં ઝીણાભાઈ દ્વારા આ શામજી નામના યુવકને 20 લાખ રૂપિયા આપવામાં આવ્યા હોવાનું સુસાઇડ નોટમાં ખુલાસો થવા પામ્યો છે અને આ 20 લાખ રૂપિયા શામજી નામના શખ્સ દ્વારા પરત ન કરવામાં આવતાં ઝીણાભાઈ એ ગાંધીનગર ખાતે આવેલી હોટેલમાં જેરી દવા પી અને આત્મહત્યા કરી લીધી હોવાનું ખુલાસો પોલીસ તપાસમાં થવા પામ્યો છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં પોલીસ દ્વારા આ મામલે વધુ આગળ તપાસ હાથ ધરવામાં આવી છે સુસાઇડ નોટમાં જે 20 લાખ રૂપિયા શામજી નામના શખ્સ દ્વારા પરત કરવામાં ન આવતા આ પગલુ ભર્યુ હોવાનો ઉલ્લેખ ઝીણાભાઈ દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે હાલમાં આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો