Placeholder canvas

મોરબી જિલ્લાના વતની પોલીસ અધિકારી કે. ટી. કામરીયાએ રહસ્યમય હત્યાનો ભેદ ઉકેલ્યો

ફરિયાદી આરોપી નીકળ્યાના બનાવમાં નરાધમ બાપે જ ત્રીજા લગ્ન કરવા માટે માસૂમ પુત્રીની નિર્દયતાપૂર્વક હત્યા કર્યાનો ચોંકાવનારો ઘટસ્ફોટ

મૂળ મોરબી જીલ્લાના વતની અમદાવાદ સાણંદ ગ્રામ્ય નાયબ પોલિસ અધિક્ષક કે. ટી. કામરીયા ને સંવેદનશીલ અને રહસ્યમય મર્ડરનો ભેદ ઉકેલાવામાં સફળતા મળી છે. જેમાં એક વ્યક્તિએ પોતાની માસૂમ દીકરીનું અપહરણ થયાની જાહેરાત કર્યાના બનાવની પોલીસે સઘન તપાસ કરતા આ જ વ્યક્તિ આરોપી નીકળ્યો હતો. તેણે ત્રીજા લગ્ન કરવા માટે પોતાની પુત્રીની નડતરરૂપ માનીને આ નરાધમ બાપે વ્હાલસોયી પુત્રીની હત્યા કરી નાખી હતી.

સાણંદ પોલીસ સ્ટેશનમાં ધર્મેશ દેવીપુજક નામનો વ્યક્તિ પોતાની સાત વર્ષની દીકરી ગુમ થઇ અને અપરહણ થયું હોવાની જાહેરાત કરી હતી પરંતુ આ ફરિયાદી ગોળ-ગોળ વાતો કરતો હોવાથી DySP કે. ટી. કામરીયાના સુપર વિઝન હેઠળ, ઉલટ તપાસ કરતા હકીકત સામે આવી હતી. ફરિયાદી ધર્મેશ જ આરોપી નીકળ્યો હતો.

આરોપી ધર્મેશના અગાઉ બે લગ્ન થઈ ચૂક્યા છે પરંતુ બન્ને છુટાછેડા થયા છે અને તેને અન્ય એક લગ્ન કરવા હતા. પરંતુ પ્રથમ પત્નીથી થયેલી આ પુત્રીના કારણે ત્રીજા લગ્ન થઇ શકતા ન હોવાથી પુત્રીની તેણે જ હત્યા કરી હોવાનું ખુલ્યું હતું. આરોપીએ પહેલાં જીવજંતુઓની દવાનું ઈન્જેકશન આપ્યું પરંતુ તેનું મોત ના થતા તેને વિરમગામમાં આવેલ હાંસલપુરની કેનાલમાં ધક્કો મારી ફેંકી દીધી હોવાની કબૂલાત આપતા પોલીસે તેની ધરપકડ કરી હતી.

આ સમાચારને શેર કરો