Placeholder canvas

ચોટીલા રોપ-વેમાં અમે કોઈ અકસ્માત નહીં થવા દઈએ -સરકાર

ચોટીલા પર રોપ-વે પ્રોજેક્ટના વિવાદમાં થયેલી જાહેરહિતની અરજીની સુનાવણી બાદ હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ એ.જે.દેસાઇ અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ખંડપીઠ રાજ્ય સરકારને સોગંદનામું કરવાનો આદેશ કરી કેસની વધુ સુનાવણી 23 માર્ચ મુકરર કરી છે.

સોમવારે આ કેસની સુનાવણીમાં રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલભાઇ ત્રિવેદીએ કોર્ટને એડવાઇઝરી બોર્ડની કમિટી અંગે જાણ કરી હતી અને એમાં કોણ કોણ સામેલ છે તે જણાવ્યું હતું. તેમણે એવી દલીલ કરી હતી કે,અગાઉ આ સમગ્ર મામલે હાઇકોર્ટે કરેલા આદેશ બાદ અમે અંગ્રેજી અને ગુજરાતી બે અખબારોમાં જાહેર નોટિસ આપી હતી અને તેના આધારે બે કંપનીઓ જેમ કામ માટે અગાઉ પણ રસ દાખવ્યો હતો, તેમણે ફરીથી કામ માટે રસ દર્શાવ્યો હતો. અરજદારની દલીલ હતી કે,જે કંઇ પણ હોય પરંતુ કોઇ પણ કાર્યવાહી ટેન્ડર વિના થઇ શકે નહીં. એવા અનેક ચુકાદા અને કાયદાકીય જોગવાઇઓ પણ છે.

હાઇકોર્ટે ટકોર કરી હતી કે, સરકાર કહી રહી છે કે તેમણે જાહેર નોટિસ આપી હતી. અરજદારે કહ્યું હતું કે, એ નોટિસ બોમ્બે એરીઅલ રોપ-વે એક્ટ હેઠળ હતી. હાઇકોર્ટે પૂછ્યું હતું કે, તો પછી, ક્યા કાયદા હેઠળ નોટિસ આપવી પડે. ત્યારબાદ હાઇકોર્ટે સરકાર પાસે નોટિસની કોપી માગી હતી. સરકારે નોટિસ વાંચીને કે સંભળાવી હતી, ત્યારે કોર્ટે ટકોર કરી હતી કે આ ટેન્ડર માટેની નોટિસ નથી, આ તો એક્સેશન ઓફ ઇન્ટરસ્ટની નોટિસ છે. સરકારે કહ્યું હતું કે,કાયદા હેઠળ જાહેરનામું કરીને અરજીઓ મંગાવવાની હોતી નથી.

આવા કામ માટેની અરજીઓ સામેથી જ થાય છે. અમે ભક્તોની કાળજી લેવા સમર્થ છીએ, કોઇ અકસ્માત નહીં થવા દઇએથ.કોર્ટે કહ્યું હતું કે,આ કામ માટે બે એકમો જ સામે આવ્યા હતા. સરકારે કહ્યું હતું કે, હા, અગાઉ પણ બે એકમો હતા અને હાલ પણ બે જ એકમ છે. અને લાંબા સમયથી કાનૂની કેસ ચાલી રહ્યો છે. ત્યારબાદ હાઇકોર્ટે આ તમામ મુદ્દા સોગંદનામા પર રજૂ કરવાનો આદેશ કર્યો હતો.

આ કેસમાં અરજદાર શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ-ચોટીલા તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે,રોપ-વે બનાવવાનું કામ અત્યંત ગંભીર પ્રકારનું છે અને અનેક પ્રકારની ટેકનિકલ તજજ્ઞતાની કબૂલ્યું હતું જરૂર હોય છે. વર્ષે અહીં 25 લાખ ભાવિક ભક્તો દર્શનાર્થે આવે છે. તેથી સીડીની સાથે જો અહીં રોપ-વે પણ હોય તો ભક્તોને સરળતા થશે એવો પ્રસ્તાવ સરકારને ખુદ અરજદાર ટ્રસ્ટે જ કર્યો હતો.

2008માં ટ્રસ્ટના પ્રસ્તાવના અનુસંધાને કામની શરૂઆત કરીને પ્રતિવાદી કંપનીને જાહેર હરાજી કે ટેન્ડર વિના રોપ-વેના કામનો કોન્ટ્રાક્ટ આપવાનો યેનકેન પ્રકારે પ્રયત્ન થઇ રહ્યો છે. આ વાતને 15 વર્ષ વીતી ગયા છે અને હજુ પણ પરિસ્થિતિ એવી ને એવી જ છે. પ્રતિવાદી જે ટેકનોલોજી રોપ- વે માં વાપરવામાં છે એ હવે આઉટડેટેડ થઇ ગઇ હોવાનું ખુદ સરકારે વર્ષ 2011માં કરવામાં આવેલી પિટિશનના જવાબમાં કબૂલ્યું હતું.

આ સમાચારને શેર કરો