Placeholder canvas

ચોટીલા: ધોરણ 10ની પરીક્ષામાં 4 રીપીટર વિધાર્થી માટે 3 કેન્દ્ર અને 40થી વધુનો સ્ટાફ રોકાયો.

ચોટીલામાં અંગ્રેજી માધ્યમનાં ધોરણ 10 ના રીપીટર 4 વિધ્યાર્થીઓ ની બેઠક વ્યવસ્થા માટે ત્રણ કેન્દ્ર અને 40 થી વધુ કર્મચારી રોકાતા શાળા સંચાલકોમાં ચર્ચાનો વિષય બનેલ છે. માધ્યમિકનું કેવું મેનેજમેન્ટ ?

ચોટીલા: ગઇ કાલે શુક્રવારના ધોરણ દશના અંગ્રેજી માધ્યમના રીપીટરને ગુજરાતીનું પેપર હતું જેમા કુલ ચાર પરિક્ષાર્થીઓ હતા જેઓને ત્રણ કેન્દ્રમાં બેઠક વ્યવસ્થા કરતા મીસ મેનેજમેન્ટનો કિસ્સો સામે આવ્યો હતો.ચોટીલા શહેરમાં આજે 4 પરિક્ષાર્થીઓ હતા જેમા 2 વિધાર્થી સરકારી હાઈસ્કૂલમાં, 1 ઉત્તર બુનિયાદીમાં અને 1 એન. એન. શાહ હાઇસ્કૂલમાં હતા .

ત્રણ કેન્દ્ર, 4 વિધ્યાર્થીઓ અને તેઓની પાછળ 40 થી વધુ કર્મચારીઓ રોકાયેલ હતા જેનો ભથ્થા સહિતનો ખર્ચ બોર્ડ ભોગવતું હોય છે. શાળા સંચાલકોમાં આજે આ બાબત ચર્ચા નો વિષય બનેલ છે ચોટીલા ખાતે પરિક્ષા મેનેજમેન્ટ મા પ્રથમ વાર આવું બનેલ છે આમ તો મીસ મેનેજમેન્ટ કહેવાય જેના કારણે સરકારને ખર્ચ પણ વધુ થશે અને મેન પાવર પણ જરૂર કરતા વધુ રોકાયેલ રહ્યો છે.

એક કેન્દ્ર માં એક વિધ્યાર્થી પાછળ 14 જેટલા કર્મચારીઓ રોકાયેલ હતા ત્રણ કેન્દ્રના મળી 43 જેટલા થાય છે. જેમા પેપર લઇ ને આવતા વાહાનો અને પોલીસ કર્મચારી સહિતનો સમાવેશ થાય છે. જો એક જ કેન્દ્રમાં 4 વિધ્યાર્થીઓ ની બેઠક વ્યવસ્થા થઈ શકી હોત પણ કોઇ કારણોસર આ મીસ મેનેજમેન્ટ થયાનો કિસ્સો શિક્ષણ જગતમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.

આ સમાચારને શેર કરો