Placeholder canvas

વાંકાનેર: હાઈવે જકાતનાકા પાસે બેલા ભરેલા અને નંબર પ્લેટ વગરના ટ્રકે સર્જ્યો ગંભીર અકસ્માત

વાંકાનેર આજે બપોરના એક વાગ્યાની આસપાસ મોરબી તરફથી આવતા એક બેલા ભરેલા અને નંબર પ્લેટ વગરના ઓકે વાંકાનેર જકાતનાકા પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં 1 થી વધુના મોત અને પાંચથી છ વ્યક્તિઓને ઈજા થયાના પ્રાથમિક અહેવાલ મળ્યા છે.

અમને મળેલી માહિતી મુજબ 27 નેશનલ હાઈવે પર વાંકાનેર જકાત નાકા ચોકડી પાસે મોરબી તરફથી આવતો અને બેલા ભરેલો નંબર પ્લેટ વર્ગનો એક ટ્રક ચોકડી પાસેના રાઉન્ડ સર્કલ ઉપર ચડી ગયો હતો અને કેટલાક વાહનોને હડફેટે લીધા હતા. જેમાં કેટલાક ને ઈજા થઈ હતી તો એક કે બે વ્યક્તિનાં મૃત્યુ થયાના અને ચાર પાંચ વ્યક્તિને ઈજા થયાના પ્રાથમિક અહેવાલ સામે આવ્યા છે. આ અકસ્માત કરીને ટ્રકનો ડ્રાઈવર ભાગી છૂટયો હોવાની માહિતી સામે આવી છે.

આ ટ્રક નંબર પ્લેટ વગરનો છે અને તેમાં બેલા ભરેલા છે, ત્યારે આ ટ્રક દ્વારા ખનીજ ચોરી થતી હોય તેવી શંકા લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે, કેમકે રોયલ્ટી માટે ટ્રકના નંબર હોવા જરૂરી છે અને આ ટ્રક નંબર પ્લેટ વગરનો હોય જેથી ખનીજ ચોરી કરતો હોવાનું લોકોએ શંકા વ્યક્ત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેરમાં બેફામ રીતે ખનીજ ચોરી થઈ રહી છે તેમના આવા ઓવરલોડ ટ્રકો નેશનલ હાઈવે પર દોડી રહ્યા છે અવારનવાર મામલતદાર કચેરી પાસેથી પસાર થતા હોય તેમ જ નેશનલ હાઈવે પર પસાર થતા હોય આમ છતાં આવા ખનીજ ચોરી કરતા ટ્રકો સામે તંત્ર આંખ મિચામણા કરી રહ્યું છે. અને બેફામ રીતે વર્તતા અને ઓવરલોડ ચાલતા ખનીજ ચોરીના વાહનો રાહદારીઓના જાન જોખમમાં મૂકે છે. ત્યારે વાંકાનેરમાં ખનીજ ચોરી બંધ કરાવવા તેમજ બેફામ રીતે ડ્રાઇવિંગ કરીને ચાલતા અને ઓવરલોડ વાહનો અટકાવવાની તાતી જરૂર છે.

જુઓ આ અકસ્માત સ્થળનું કપ્તાન દ્વારા કરવામાં આવેલ લાઇવ કવરેજ… નીચેની બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલી લિંક પર ક્લિક કરો…

https://www.facebook.com/kaptaannews/videos/168838775311023/


આ સમાચારને શેર કરો