વાંકાનેર: ચંદ્રપુરમાં પરિણીતાના ચારિત્ર્ય પર શંકા કરવા મામલે જૂથ અથડામણ
વાંકાનેર : વાંકાનેરના ચંદ્રપુર ગામે પરિણીતાના ચારિત્ર્ય પર શંકા કરવા મામલે જૂથ અથડામણ થઈ હતી. બન્ને પક્ષ વચ્ચે સશસ્ત્ર મારામારી થતા બન્ને પક્ષના મળીને 5 થી વધુ વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે બન્ને પક્ષે એકબીજા ઉપર હુમલો કર્યાની સામસામી ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મનસુખભાઇ જીવાભાઇ વાઘેલા (ઉવ. ૨૬ ધંધો-મજુરી રહે. વડીયાગામની સીમમા ઝુપડામા ચંદ્રપુર ગામની સીમ તા.વાંકાનેર) એ આરોપીઓ ઘોઘા માલા, રાણા ઘોઘા દેવીપુજક, પ્રવીણ ઘોઘા, નટૂ ઘોઘા, વિનુ ઘોઘા (રહે બધા સિંધાવદર તથા દાતાર ટેકરી વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે તા.૨૦ના રોજ ફરીયાદીના ભાઇ વિનુ જીવાની ઘરવાળી મુળીબેનને અન્ય કોઇ સાથે સંબંધ હોવાની આરોપીઓ શંકા-કુશંકા કરતા હોય, જે બાબતે સિંધાવદર ગામે સવારના સામાન્ય બોલાચાલી થયેલ, જે રોષના કારણે આરોપીઓ લાકડી જેવા હથિયારો ધારણ કરી ફરીના ઝુંપડે આવી બોલાચાલી કરી ગાળૉ બોલી પોતાની પાસેની લાકડી વતી ફરીયાદીને માથામા તથા ડાબા પગે સાથળના ભાગે તથા ખંભા પર તથા છાતીના ભાગે ચાર-પાંચ ઘા મારી મુંઢ ઇજા પહોચાડી તેમજ માથામા હેમરેજ જેવી ગંભીર ઇજા પહોચાડી તેમજ સાહેદ સંજય ગોવાભાઇ (ઉ.વ. ૧૫) વાળાના જમણા ખંભાની હાંસળીમા ફ્રેકચર જેવી ઇજા તેમજ સાહેદ કંકુબેન જીવાભાઇ (ઉવ. ૭૦) વાળીની મુંઢ મારની ઇજા કરી હતી.
સામાપક્ષે રાણાભાઇ ઘોઘાભાઇ જખાણીયા (ઉવ.૧૮ ધંધો મજુરી તેમજ ભેંસો ચરાવવાનો રહે સીંધાવદર નદીના કાંઠે,પ્રતાપ ગઢના રસ્તે તા.વાંકાનેર) એ આરોપીઓ મનસુખ જીવાભાઇ વાઘેલા, ગોવા જીવાભાઇ વાઘેલા, હુશેન જીવાભાઇ વાઘેલા, બચુ જીવાભાઇ વાઘેલા (રહે ચારેય-વડીયા નામની સીમમાં ઝુંપડામાં,ચંદ્રપુર ગામની સીમ તા.વાંકાનેર) સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે ફરીયાદી તથા તેના માતા તથા તેની બેન હેતલ એમ ત્રણેુય સાજનબેન બે વષૅથી આંટો દેવા આવેલી ન હોય હાલે દશામાંના વ્રતના હીસાબે તેડવા જતા આરોપીઓએ તેડી જવાની ના પાડી ઉશ્કેરાઇ જઇ બોલાચાલી કરી આરોપીઓએ ફરી.ને પાઇપ વતી માથામાં મારી ઇજા કરી તેમજ ફરીયાદી તથા સાહેદ જયાબેનને ગાળો બોલી ઢીકા પાટુનો મુંઢ માર મારીને ઇજા કરી હતી. વાંકાનેર પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે