વાંકાનેર: અપસરા શેરીના કોરોના પોઝિટિવ વૃધ્ધનું મૃત્યુ
વાંકાનેર ગત તારીખ 11ના અપાસરા શેરીમાં રહેતા ૭૧ વર્ષીય વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેમનું આજે સારવાર દરમિયાન મૃત્યુ થયેલ છે.
મળેલી માહિતી મુજબ ગત તારીખ 11 ના રોજ અપાસરા શેરીમાં રહેતા મુકુંદરાય તારાચંદ દોશી ઉ.વ.71 કોરોના પોઝિટિવ આવતા તેઓને રાજકોટની સિનરજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું ૧૧ દિવસની સારવાર બાદ આજરોજ 3 વાગ્યે મૃત્યુ થયેલ છે. આ સાથે વાંકાનેર કોરોના મૃત્યુઆંક 3 અને મોરબી જિલ્લાનો મૃત્યુઆંક 12 પર પહોંચ્યો છે.
સ્વ. મુકુંદરાય તારાચંદ દોશી જેવો અશ્વિનભાઈ તારાચંદ દોશીના ભાઈ અને મનીષ મુકુંદરાય દોશી તથા સંદીપ મુકુંદરાય દોશીના પિતા થાય…