Placeholder canvas

વાંકાનેર: માર્કેટિંગ યાર્ડના કર્મચારીઓનો ત્રણ દિવસ સુધી કાળી પટ્ટી પહેરી વિરોધ નોંધાવશે.

વાંકાનેર માર્કેટિંગ યાર્ડના કર્મચારીઓ તેમની વિવિધ માંગણીઓને મુદ્દે આજથી ત્રણ દિવસ સુધી કાળી પટ્ટી પહેરી સરકાર સામે વિરોધ નોંધાવશે અને જો આગામી સમયમાં પણ સરકાર દ્વારા આ માગણીઓ નહીં સંતોષાય તો પેન ડાઉન, પ્રતિક ઉપવાસ અને બજાર બંધ કરવાની ચિમકી પણ ગુજરાત બજાર કર્મચારી સંઘ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

આ બાબતે વાંકાનેર માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી ચૌધરીએ જણાવ્યું છે કે ગત તારીખ 6, મેના રોજ સરકાર દ્વારા બજાર ધારામાં વટહુકમ દ્વારા 26 જેટલા સુધારા અમલી બનાવ્યા છે, જેને આવકારવામાં આવે છે. પરંતુ આ સુધારા પૈકી અમુક સુધારા બજાર સમિતિના કર્મચારીઓના હિત અને આર્થિક સ્થિતિ પર અસર કરે છે. આ ગુજરાત બજાર સમિતિ કર્મચારી સંઘ દ્વારા સરકારશ્રીને રજુઆત કરવામાં આવી હોવા છતાં પણ આજ સુધી આ બાબતે કર્મચારીઓના હિતમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેવોએ વધુમાં તેમણે જણાવ્યું હતું કે કર્મચારીઓના સેલેરી પ્રોટેક્શન અને ભવિષ્યમાં મળવાપાત્ર લાભો મળતા રહે, ફિલ્ડ સ્ટાફ અને માર્કેટિંગ ઇન્સ્પેક્ટરની સેવા નિયામક વહીવટી તંત્રમાં હવાલો મૂકવામાં આવે તેવી વિવિધ માગણીઓ છે જેના વિરોધમાં આજથી વાંકાનેર માર્કેટિંગ યાર્ડના કર્મચારીઓ દ્વારા ત્રણ દિવસ સુધી કાળી પટ્ટી ધારણ કરી સરકાર સામે વિરોધ નોંધાવશે અને જો આ તમામ માગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગુજરાત રાજ્ય બજાર સમિતિ કર્મચારી સંઘ દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલન પણ કરવામાં આવશે તેવી ચિમકી આપી છે.

આ સમાચારને શેર કરો