Placeholder canvas

ટંકારા પોલીસ સ્ટેશન પાસે ઓવરબ્રિજના સર્વિસ રોડના રહિશો દ્વારા ચક્કાજામ

ટંકારા: ટંકારા પોલીસ સ્ટેશન પાસે ઓવરબ્રિજના સર્વિસ રોડના રહિશો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો.જેમના લીધે રાજકોટ મોરબી રોડ પર વાહનોના થપ્પા લાગ્યા પોલીસે મધ્યસ્થી કરી મામલો થાળે પાડવા માટે કવાયત હાથ ધરી.

આ મુદ્દે વારંવાર રજૂઆત કરવા છતાં ગટરના પાણીનો નિકાલ કરવા માટે ભુગર્ભની પાઈપલાઈનનુ કામ ન કરતા રાહદારીઓ અને રહીશો થાય છે હેરાન પરેશાનક છે, વેસ્ટ પાણી સર્વિસ રોડ ઉપર આવી જતા રોડ બનાવયાની કલાકોમાં ટુટી જાય છે. જેથી તાત્કાલિક ભુગર્ભ ગટર અને ફુટપાથ કરવાની માંગ સાથે રહીશો રોડ ઉપર બેસી ગયા.

મળેલી માહિતી મુજબ ટંકારા ગામ પંચાયતને ગટર લાઈન માટે 3 લાખની રકમ ફાળવવામાં આવી છે પરંતુ સરપંચે કામ કરવાની પાડી ના? આ અંગે ગામના ઇન્ચાર્જ બાસીદા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે ટુક સમયમાં આ અંગે નિર્ણય લઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ટંકારા રાજકોટ મોરબી રોડનુ કામ કેટલાય વર્ષોથી ચાલી રહું છે જેથી આજુબાજુના રહીશો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે જેની સબ્ર ખુટતા આજે ઉગ્ર વિરોધ સાથે રોડ ઉપર બેસી ગયા હતા.

આ સમાચારને શેર કરો