Placeholder canvas

મોરબી: મકનસર ગામે મહિલાની છેડતી કરીને પરિવારના સભ્યોને માર માર્યો

મોરબી: મકનસર ગામે રહેતી મહિલાની શાબ્દિક અપમાનિત ટિપ્પણી કરતા મહિલાએ “તારા ઘરમાં મા બેન દીકરી નથી” તેવું કહેતા ઉશ્કેરાઈ ગયેલ શખ્સ લાકડીના ધોકા સાથે મહિલાના ઘરે આવ્યો હતો અને ત્યારે મહિલા તેના પતિ અને બે સંતાનોને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી મહિલાના પતિ દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મળેલી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ જુના મકનસર ગામે રહેતી મહિલાને શાબ્દિક અપમાનિત ટીપ્પણી કરીને છેડતી કરવામાં આવી હતી. જેથી મહિલાએ છેડતી કરનાર શખ્સને “તારે મા, બેન, દીકરી નથી” તેવું કહેતા તે શખ્સ મહિલાના ઘર પાસે આવિને તે મહિલાને ગાળો આપીને ધોકા વડે માર માર્યો હતો. તેમજ તેના પતિ અને બે સંતાનોને પણ ધોકા વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આથી ભોગ બનેલ મહિલાના પતિ દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેમની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઈપીસી કલમ ૩૫૪, ૩૨૩, ૩૨૫, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ અને જીપી એક્ટની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી આરોપીને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો