Placeholder canvas

વાંકાનેર: રાતીદેવળી પ્રાથમિક શાળામાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી.

વાંકાનેર: દર વર્ષે 21 ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ ઉજવવામાં આવે છે. રાતીદેવળી પ્રાથમિક શાળામાં બાળકોએ ઉત્સાહભેર આ દિવસ ઉજવ્યો હતો. પહેલા ધોરણથી લઈ આઠમાં ધોરણ સુધીના બધા જ બાળકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. મૂળાક્ષર પરથી શબ્દ બનાવવા, શબ્દ પરથી વાક્ય બનાવવા, ચિત્રવાર્તા , ગીત , ભાષા સંગમ , ભારતના બધા રાજય અને તેની માતૃભાષાના નામ , ભારતના બંધારણમાં માન્ય 22 ભાષાના પાંચ – પાંચ વાક્યો બળકો બોલ્યા હતા , કાવ્ય પાઠ , માતૃભાષાના મહત્વ વિશે વક્તવ્ય વગેરે પ્રવૃતિ કરવવામાં આવી હતી.

આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થી એ રંગલા – રંગલીના પાત્ર ભજવીને કર્યું હતુ. આ દિવસે ધોરણ આઠના બાળકોને તેના નામનો અર્થ લખેલુ કાર્ડ આપવામાં આવ્યું હતું. આ દિવસની ઉજવળીના ભાગરૂપે શાળાના તમામ શિક્ષકોએ શુભકામના આપી હતી. આચાર્ય રજીયાબેન હેરંજાએ આ દિવસને સફળ બનાવવા શુભકામના આપી અને માતૃભાષા વિશે વાત કરી હતી. સાથે – સાથે સંકલ્પ લેવામાં આવ્યો કે આપણે શુદ્ધ ગુજરાતી ભાષા બોલવાનો આગ્રહ રાખીશુ. આમ, આજના દિવસે બાળકો ભારતમાં બોલાતી વિવિધ ભાષાઓ સ્વયં બોલ્યા અને વિવિધ ભાષાનો પરિચય મેળવ્યો. આમ માતૃભાષા ગુજરાતીનું ગૌરવ ગાન કરવામાં આવ્યું.

આ સમાચારને શેર કરો