Placeholder canvas

આ વર્ષે 12વર્ષથી નાના બાળકો હજજમાં જઇ નહિ શકે.

ગુજરાત રાજ્ય હજ સમિતિના અધ્યક્ષ ઈકબાલ સૈયદ અખબારી યાદીમાં જણાવે છે કે, હજ કમિટી ઓફ ઈન્ડિયાના તા. ૧૭-૦૨-૨૦૨૩ ના પરિપત્ર ક્રમાંક-૨ અન્વયે કીંગડમ ઓફ સાઉદી અરેબીયા દ્વારા સુચના આપવામાં આવેલ છે કે, બાળકોમાં જેઓની વય તા. ૩૦-૦૪-૨૦૨૩ સુધીમાં ૧૨ વર્ષ થતી હોઈ, એ જ હજ ૨૦૨૩ માટે એપ્લાય કરી શકશે, એટલે કે તા. ૦૧-૦૫- ૨૦૧૧ કે ત્યાર બાદ જન્મેલ બાળક હજ-૨૦૨૩ માટે અરજી કરી શકશે નહીં.

આ શરત પ્રમાણે વધુમાં જણાવવાનુ કે ઇન્ફન્ટ(૨ વર્ષથી નીચેનાં બાળકો) પણ અરજી કરી શકશે નહીં. અત્યાર સુધી જે અરજદારોએ ઉપરોક્ત શરત આવ્યા પહેલા અરજી કરેલ હોઈ તેઓની અરજી હજ કમિટી ઓફ ઈન્ડિયા તરફથી આથી રદ કરવામાં આવે છે.

ઉપરાંત દરેક હજ અરજદારોને સમયાંતરે સાઉદી અરેબીયા તરફથી આરોગ્યને ધ્યાનમાં રાખીને જે તે સૂચનાઓ બહાર પાડવામાં આવે તેને આધીન અનુસરવાનું રહેશે. જે માટે નીચેની વેબસાઈટ રાબેતા મુજબ ચેક કરતા રહેવા જણાવવામાં આવેલ છે.

https://www.hajcommittee.gov.in https://haj.gujarat.gov.in https://www.gujarathajhouse.in

કપ્તાન ન્યૂઝના વોટ્સએપ ગ્રુપમાં જોઈન્ટ થવા માટે નીચેની લીંક પર ક્લિક કરો… https://chat.whatsapp.com/BZa0UyVWqF16aHO1HpA4eC
આ સમાચારને શેર કરો