વાંકાનેર: ઈદ-એ -મિલાદુનબ્બીની સરકારની ગાઈડલાઈન સાથે, શાનો શોકતથી ઉજવણી

વાંકાનેર: આજે ઈદ-એ -મિલાદુનબ્બીની ઉજવણી વાંકાનેર શહેર તેમજ તાલુકાના મુસ્લિમ વસ્તીવાળા 51 જેટલા ગામોમાં સરકારની ગાઇડ લાઇન સાથે શાન ઓ શોકતથી કરવામાં આવી…
વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મસ્જિદ તેમજ શેરીઓમાં શણગાર ડેકોરેશન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે બાલ મુબારક આમ પબ્લિક માટે દિદાર માટે રાખવામાં આવ્યા અને તમામ લોકોએ શ્રદ્ધા સાથે બાલ મુબારક ના દિદાર કરીને ધન્યતા અનુભવી…
ઈદ-એ -મિલાદુનબ્બી એટલે ઇસ્લામ ધર્મના મહાન પેગંબર મહમદ રસુલ્લાહ (સ.આ.વ.) નો જન્મદિવસ આ દિવસને મુસ્લિમ બિરાદરો ઈદ-એ -મિલાદુનબ્બી તરીકે શાન ઓ શૌક્તથઈ ઉજવે છે. પરંતુ કોરોના ના કારણે સરકારે જાહેર કરેલી ગાઇડલાઇન મુજબ ઈદ-એ -મિલાદુનબ્બીની ઉજવણી કરવાની હોવાથી લોકોની સંખ્યા નિયંત્રીત જોવા મળી….

આજે પેગંબર મહમદ રસુલ્લાહ (સ.આ.વ.)ના જન્મદિવસના આ મુબારક દિવસે મુસ્લિમ બિરાદરો પેગંબર સાહેબના જીવન ફિલોસોફીમાંથી કંઈક શીખે, પોતાના જીવનમાં અમલ કરે. પેગંબર સાહેબે બતાવેલા રસ્તા ઉપર ચાલી પોતે, પોતાનો પરિવાર અને દેશને અમન, શાંતિ, સલામતી અને કામયાબ કરે એજ ચાચી ઉજવણી, એ માટેની દુવા સાથે…. ઈદ-એ -મિલાદુનબ્બી મુબારક
કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/KesMgLv38VwCn1K5FyvQa2
આ લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…





