વાંકાનેર: શારદા સ્કૂલનો વિદ્યાર્થી ગુમ થયો,જેને થોડીવારમાં પોલીસે શોધી કાઢયો !
વાંકાનેર: આજે 25 વારિયામાં રહેતા અને શારદા સ્કૂલમાં અભ્યાસ કરતો ૧૨ વર્ષીય વિદ્યાર્થી ગુમ થતા તેમના વાલીઓએ પોલીસ સ્ટેશને જાણ કરી હતી. પોલીસે તેમને ગણતરીની કલાકોમાં જ શોધી કાઢ્યો હતો અને તેના મા-બાપને સોંપ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ આજે સોહાનાબેન મોહસીનખાન પઠાણ ઉવ.૩૬ રહે વાંકાનેર ૨૫ વારીયા રાજકોટ રોડ વાળા હાફળા ફાફળા થઇ પોલીસ સ્ટેશને આવી એવી જાહેરાત કરેલ કે પોતાનો દીકરો સહેજાનખાન ઉવ.૧૨ વાળો ધોરણ-૦૬ મા વાંકાનેર પતાળીયાના કાંઠે આવેલ શારદા વિધાલયમાં સવારે આઠ વાગ્યે ભણવા મુકવા ગયેલ તે પછી પોણા નવેક વાગ્યે શારદા વિધાલયના વિધાર્થીના ટીચરે વાલીને ફોન કરેલ કે તમારૂ બાળક ભણવા આવેલ નથી. જેથી સોહાનાબેન ચિંતામાં મુકાય ગયા હતા. પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા.
આ બાબતને પ્રથમ અગ્રતા આપી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પી.એસ.ઓ., પોલીસ સબ ઇન્સપેકટર બી.ડી.જાડેજા, ટીમના એ.એસ.આઇ.હીરાભાઇ, એચ.સી.હરપાલસિંહ, અજીતભાઇ તથા આસીફભાઇ એ રીતેના પોલીસ કર્મચારી/અધિકારીઓએ તાબડતોડ વાંકાનેર સીટી વિસ્તાર ખુંદીવાળી ગલી ખાચા અવાવરૂ જગ્યા એ શોધખોળ કરતા ૨૫ વારીયા પાછળના ભાગે મોબાઇલ ટાવરના ઓથમા વંડી પાછળ છુપાઇ બેઠેલ ગુમ થયેલ વિધાર્થી (બાળક) મળી આવેલ છે.
તેમને પોલીસ સ્ટેશન લાવી તેમના મા-બાપને સોપતા તેમના મા-બાપ સાથે પોલીસે મીલન કરાવ્યુ હતું. જેથી બાળકના પરીવાર જનોએ પોલીસનો આભાર માન્યો હતો. આ ગુમ થયેલ બાળકને પોલીસે બીજા કામ પડતા મુકીને થોડીજ વારમા શોધી કાઢી પ્રશંશનીય કામગીરી કરી હતી.